તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
નીટની પરીક્ષામાં માર્કસ વધારી આપવાના કૌભાંડ:આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નીટની પરીક્ષામાં માર્કસ કૌભાંડ મામલે રાજેશ પેથાણીની ધરપકડ કરી :માસ્ટર માઇન્ડ પૈકીના એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર :બેલગાંવના મનજીત જૈનની શોધખોળ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નીટની પરીક્ષામાં માર્કસ વધારી આપવાના કૌભાંડ મામલે રાજેશ પેથાણીની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા બેલગાંવના મનજીત જૈનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ સહિત દેશભરમાં લેવાયેલી મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને થયેલી 30 લાખની છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ મુખ્ય સુત્રધાર વચેટિયા વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કર્યા બાદ આજે આ પ્રકરણમાં રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની પણ ધરપડક કરી કૌભાંડમાં સંડોવાયેલ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકના ટોળકીના સભ્યોની ધરપડક માટે ક્રાઈમ બ્રાંચની ટીમે સુરત અને કર્નાટકમાં દરોડા પાડ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ મામલે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષાર અરવિંદ વેકરીયા (40)એ ફરિયાદ નોધાવી હતી જેમાં ધોરાજીના વતની અને રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેના ભાઈ સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા CBSCના પરીક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનનું નામ આપ્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપડક કર્યા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણીને પણ ઝડપી લીધો છે. નીટની પરીક્ષામાં માર્કસ વધારી આપવાના કૌભાંડ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા બેલગાંવના મનજીત જૈનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું છે.
(10:45 PM IST)










