<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

મિડટર્મ ચૂંટણીમાં અણધાર્યા પરાજય બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વીકાર: 'ડિપોર્ટેશન પોલિસી વધુ પડતી કડક હતી...'

વ્હાઈટ હાઉસના પૂર્વ સત્તાધીશનું સૂર બદલાતાં અમેરિકી રાજકારણમાં મોટો ધડાકો: સમર્થકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના સફાયા બાદ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પોતે ભૂલ કરી હોવાનો મોટો સ્વીકાર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભયાનક સનસનાટી મચાવી દીધી છે. ચૂંટણી પરિણામોમાં ધાર્યા કરતાં પણ ખરાબ પ્રદર્શન બાદ ટ્રમ્પે કબૂલ્યું હતું કે તેમની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધની 'ડિપોર્ટેશન પોલિસી' વધુ પડતી કડક અને આકરી હતી, જે કદાચ મતદારોને પસંદ ન આવી.
ટ્રમ્પે CBSના કાર્યક્રમ '60 Minutes'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે રિપબ્લિકન પાર્ટીની ચૂંટણીમાં હાર પાછળ તેમની દેશનિકાલ નીતિ પણ એક કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું, "મને લાગે છે કે આ નીતિ કદાચ વધુ પડતી કડક હતી." ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ નવા ડેમોક્રેટિક બહુમતી ધરાવતા કોંગ્રેસ સાથે કોઈ સમજૂતી પર પહોંચી શકે છે. તેમના મતે, બંને પક્ષો વચ્ચે ઇમિગ્રેશન મુદ્દે કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો શક્ય છે. જોકે, ટ્રમ્પે આ સમજૂતી કેવી હશે તેની કોઈ વિગતો આપી નથી. તેમણે ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા હત્યારાઓ અને ડ્રગ્સના વેપારીઓને દેશમાંથી બહાર કાઢવાની નીતિનું સમર્થન કર્યું હતું. બીજી તરફ, તેમણે એવા લોકોને અમેરિકામાં રહેવાની છૂટ આપવાના સંકેત આપ્યા, જેઓ સારી રીતે કામ કરે છે, હોટેલ કે લેન્ડસ્કેપિંગ કંપનીમાં નોકરી કરે છે અને કેટલાક કિસ્સામાં ટેક્સ પણ ભરે છે.
ટ્રમ્પના નિવેદન પર સેનેટમાં ડેમોક્રેટિક નેતા ચક શૂમરે કટાક્ષ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ કહે છે કે ઇમિગ્રેશન કાર્યવાહી વધુ પડતી કડક હતી, પરંતુ તેના માટે જવાબદાર વ્યક્તિને જ વ્હાઇટ હાઉસમાં પ્રમોશન આપ્યું છે. આ નીતિમાં સુધારો નહીં, પરંતુ જવાબદાર વ્યક્તિને વધુ મોટું પદ આપવાનો નિર્ણય છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન વિરોધી કાર્યવાહી મુખ્ય મુદ્દો રહી છે. અમેરિકાનાં અનેક શહેરોમાં મોટા પાયે દરોડા અને ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન ફેડરલ અધિકારીઓની ગોળીથી બે અમેરિકન નાગરિકો રેની ગુડ અને એલેક્સ પ્રેટીનું મોત થયું હતું. નવા કોંગ્રેસમાં ડેમોક્રેટ્સે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ની કામગીરી પર દેખરેખને પ્રાથમિકતા આપવાની વાત કરી છે.

 

(5:38 PM IST)