News of Wednesday, 7th May 2025
અમદાવાદ અસલાલીના ભાટ ગામમાં લગ્ન પ્રસંગમાં ધિંગાણું: સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ
લાકડીઓ અને લોખંડની પાઈપથી મારીમારી કરીને પથ્થરમારો કર્યો હતો

અમદાવાદના અસલાલીના ભાટ ગામમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં ધિંગાણું થયું હતું. જેમાં બે જૂથો આમને સામને આવી ગયા હતાં. લાકડીઓ અને લોખંડની પાઈપથી મારીમારી કરીને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાટ ગામમાં રહેતા એક યુવકના લગ્ન હોવાથી કેટલાક લોકો ગરબા રમી રહ્યા હતાં. આ દરમિયાન ગામમાં રહેતો જિજ્ઞેશ ઠાકોર બાઈક લઈને આંબેડકર ચોક પહોંચ્યો હતો.જ્યાં તેનું બાઇક એક મહિલાને અડી ગયું હતું.જેથી ત્યાં હાજર લોકોએ જિજ્ઞેશ સાથે બોલાચાલી કરીને તેના બાઈકની ચાવી કાઢી લીધી હતી. આ બાબતની અદાવત રાખીને જિજ્ઞેશ કેટલાક લોકો સાથે લાકડીઓ અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો
જિજ્ઞેશે અપશબ્દો બોલીને મારા મારી કરી હતી.જેમાં બંને પક્ષમાં કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.આ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાવ બાદ ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ ટીમોને કામે લગાડવામાં આવી છે. પોલીસે 14 આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
