News of Wednesday, 7th May 2025
ભારતે હુમલો કરતા...રાજકોટ શહેર-જીલ્લામાં તંત્ર હાઇએલર્ટ છે...પેટ્રોલ-ડીઝલનો જથ્થો હાલ પુરતો છે...
R.O. મીટીંગમાં પોતપોતાના વિસ્તારમાં તમામ તકેદારી રાખવા આદેશો..: હાલ પેનીક થવાની જરૂરત નથીઃ આપણા જીલ્લામાં આજે મોકડ્રીલ નથીઃ કલેકટર સાથે વાતચીત

રાજકોટ તા. ૭ :.. ભારતે બુધવારથી વહેલી સવારે પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કરતા આખુ ગુજરાત હાઇએલર્ટ પર આવી ગયું છે.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે સવારે ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે શહેર - જીલ્લામાં તમામ સ્થળે મામલતદારો - પ્રાંત અધિકારીઓ અને તંત્ર હાઇ એલર્ટમાં છે. તેમણે જણાવેલ કે પેટ્રોલ-ડીઝલનો હાલ પુરતો જથ્થો છે. હાલ પેનીક થવાની જરૂરત નથી.
કલેકટરે જણાવેલ કે આજે ગુજરાતમાં જે મોકડ્રીલ થવાની છે, તે હાલ આપણા જીલ્લામાં નથી, પરંતુ ભવિષ્યમાં આવુ થાય તો એના માટે અમે સર્તક છીએ, તમામ તૈયારીઓ છે, તેમણે જણાવેલ કે આજની આર. ઓ. અને પ્રિ-મોન્સૂન મીટીંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.
(2:42 PM IST)










