<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

કોન્ક્લેવનો પ્રારંભ : કેથોલિક ચર્ચ નવા પોપની ચૂંટણી માટે ગુપ્ત મતદાન શરૂ કરશે

વેટિકનના નંબર ટુ કાર્ડિનલ પીટ્રો પેરોલિન મુખ્ય દાવેદાર : પ્રથમ રાઉન્ડના મતદાન બાદ પરિણામો પર સૌની નજર

વેટિકન સિટી: કેથોલિક ચર્ચના નવા પોપની ચૂંટણી માટે આજે કાર્ડિનલ્સ સિસ્ટાઇન ચેપલમાં પ્રવેશ કરીને પોતાનું પહેલું ગુપ્ત મતદાન કરશે. અઠવાડિયાઓ સુધી ચાલેલી મસલતો અને અસામાન્ય રીતે જોવા મળેલા પ્રચાર બાદ હવે સત્યની ક્ષણનો સૌને અનુભવ થશે.
વેટિકનના બીજા સૌથી મોટા અધિકારી અને ગુપ્ત ચૂંટણીમાં મુખ્ય દાવેદાર ગણાતા કાર્ડિનલ પીટ્રો પેરોલિનને તેમના કેટલા સાથી કાર્ડિનલ્સે સમર્થન આપ્યું છે તે આજે પ્રથમ અને એકમાત્ર રાઉન્ડના મતદાન બાદ ખબર પડશે. મતદાન બાદ મતપત્રોને બાળી નાખવામાં આવશે અને તેમાંથી પસંદગી પામેલા નામ મોટેથી વાંચવામાં આવશે.
નવા પોપની ચૂંટણી માટે કાર્ડિનલ્સની ગુપ્ત બેઠક અને મતદાનની આ પ્રક્રિયાને કોન્ક્લેવ કહેવામાં આવે છે. વિશ્વના ૧.૪ અબજ કેથોલિકોના નવા ધર્મગુરુ કોણ બનશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કાર્ડિનલ્સ દ્વારા કરવામાં આવેલું આ પ્રથમ મતદાન નવા પોપની પસંદગીની દિશા નક્કી કરશે.

 

(9:01 PM IST)