<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મહારાષ્‍ટ્રમાં ચૂંટણીઓ પૂર્વે ૧ કરોડ મહિલાઓને મહિને ૧૫૦૦ મળતા થઈ ગયા : મહારાષ્‍ટ્રની શિંદે - ફડણવીસ સરકારે ‘મુખ્‍યમંત્રી લડકી બહિન' યોજના અમલી બનાવી : વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે જાહેર કર્યુ છે કે રાજયમાં ૧ કરોડ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂા. મળતા થઈ ગયા છે. સરકારની ‘મુખ્‍યમંત્રી લડકી બહિન' યોજના અંતર્ગત આ સહાય ૧ કરોડ મહિલાઓને અપાઈ રહી છે. આ યોજના ૧૭ ઓગષ્‍ટે અમલમાં મૂકવામાં આવી છે. મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની એનડીએ સરકારની આ જાહેરાત મહિલા મતદાતાઓને લોભાવવા મુકાયાનો વિપક્ષનો કકળાટ બહાર આવી રહ્યો છે. 1:44 PM IST

ત્રણ વાગ્યે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થશે: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓ અંગે હવે પછી જાહેરાત થશે : ચૂંટણી પંચ આજે બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન તારીખો સહિતનું શેડ્યૂલ જાહેર કરશે : જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે ચૂંટણીની તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે: ન્યુઝફર્સ્ટ : ચૂંટણી પંચ આજે ઉત્તર પ્રદેશ અને વાયનાડની ૧૦ બેઠકો ઉપરની પેટાચૂંટણીની પણ જાહેરાત કરશે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું શેડ્યૂલ દિવાળી પહેલાં/પછી જાહેર થવાની શક્યતા હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.12:09 PM IST

આ વર્ષે ચોમાસાએ : સેંકડોના જીવન દીપ બુઝાવી દીધા: ચોમાસુ પૂરું થવાને હજુ એક મહિનો બાકી છે: બે ડઝન રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : ચોમાસુ પૂરું થવા માટે એક મહિનો બાકી છે ત્યારે દેશભરમાં ચોમાસું ટોચ ઉપર છે. છેલ્લા ૩ મહિનામાં વરસાદ ભારે તબાહી મચાવી ચૂકેલ છે. ૭ રાજ્યોમાં પુર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી ૭૦૦થી વધુ લોકોના મોત થયા છે. એકલા વાયનાડમાં ૪૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે, હિમાચલમાં ૧૦૦થી વધુ, જ્યારે યુપી બિહાર ઉત્તરાખંડ રાજસ્થાનમાં પણ લોકો મૃત્યુ પામ્યા, આસામમાં પુરમાં ડૂબી જવાથી ૧૦૦થી વધુના મોત થયા છે. દિલ્હી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ ચાલુ છે.9:30 AM IST

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવા જરૂરતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરાશે : ભૂપેન્દ્રભાઈ પટેલ : સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કરી : રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણીની જાહેરાત : ૭૮મા સ્વાતંત્ર્ય પર્વનો રાજ્ય ઉત્સવ ખેડા જીલ્લાના નડિયાદમા ઉજવાયો : વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાન : મુખ્યમંત્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું : નડિયાદમાં ગુજરાતીઓની શૌર્યગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા – ચપળતાના નિદર્શનો રજૂ થયા3:15 PM IST

સૌરાષ્ટ્રના ગામેગામ પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની સ્‍મૃતિમાં આજે કુર્આન ખાનીના કાર્યક્રમોઃ ન્‍યાજ સહિત ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ : સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિઃ એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈઃ અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધઃ આલિમો સહિત સમાજશ્રેષ્‍ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્‍થિતિઃ રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્‍યે ચા-પાણી-નાસ્‍તાની સેવકો દ્વારા વ્‍યવસ્‍થા કરાઈઃહિન્‍દુ-મુસ્‍લીમ એકતાના અનેરા દર્શનઃ સાવરકુંડલાએ હસ્‍તી ગુમાવ્‍યાનો સૌને અહેસાસઃ સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ કાર્યભાર સંભાળશે : ૨૫મીએ સાવરકુંડલામાં મુબારક મહેફિલ-ઉર્ષે કાદરીયા ધાર્મિક કાર્યક્રમ યોજાશેઃ ‘બાપુ'ના સુપુત્ર મુનીરબાપુની સત્તાવાર જાહેરાત12:02 PM IST