તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
નરેન્દ્રભાઇએ છેવાડાના વિસ્તારોમાં વિકાસકાર્યોનો નવો પથ ચીતર્યોઃ ભીખુસિંહજી પરમાર
દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કલ્યાણપુરમાં ઉજવણીઃ સન્માન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન,ᅠબાન અને શાન સાથેᅠ ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કે.કે. દાવડા હાઈસ્કુલ,ᅠકલ્યાણપુર ખાતેᅠ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રઘ્વજ ફરકાવીને કલેક્ટર જી. ટી. પંડ્યા તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ,ᅠહોમગાર્ડ,ᅠટ્રાફિક પોલીસ સહિતની કુલ ૬ ટુકડીઓ સહભાગી થઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા રાજયમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સાપેક્ષે ૧૪૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસન દ્વારા ૫૯ જેટલા નાગરિકોનું રેસક્યુ તેમજ ૩૦૩ જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં ૧૪ હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેની તમામ તકેદારી જિલ્લા પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી. મંત્રીશ્રીએ કાબિલેદાદ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તારોને અગ્રતા આપી વિકાસનો નવીન પથ ચીતર્યો છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. આર.એસ.કંડોરીયા કન્યા વિદ્યાલય ભાટીયાની વિદ્યાર્થીઓ ટીપણી રાસᅠ,ᅠમોડેલ સ્કૂલ કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફયુઝન ગીત,ᅠકર્મયોગ વિદ્યાલય કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા રંગ ભીની રાધા કૃતિ તેમજ નવ ભારત કન્યા શાળા કલ્યાણપુરના વિધાર્થીઓ દ્વારા દેશભકિત ગીતની સુંદર પ્રસ્તુતિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષણ,ᅠઆરોગ્ય,ᅠમહેસૂલ સહિતના વિભાગના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
૭૮માં સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી નિમિતે નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક અરુણ કુમાર, પ્રાંત અધિકારી શ્રી એચ.બી.ભગોરા, મામલતદાર આર.એચ.સુવા, અગ્રણી મયુરભાઈ ગઢવી,યુવરાજસિંહ વાઢેર, સગાભાઈ રાવલીયા, જગાભાઈ ચાવડા, મેરામણભાઈ ગોરિયા, સુમાતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારીયા, ભરતભાઈ ગોજીયા સહિત સ્થાનિક આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
