તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 16th August 2024
જમ્મુ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં દર્દપોરાના અરિન વિસ્તારમાં વરસાદનું રૂદ્ર સ્વરૂપઃ આખો વિસ્તાર જળબંબાકારોઃ બ્રિજ અને રોડને નુકસાનઃ બાંદીપોરા-ગુરેઝ રોડ પણ વાહનવ્યવહાર ઠપ્પ
સ્થિતિનો તાગ મેળવવા માટે સત્તાવાર ટીમો ઘટનાસ્થળે પહોંચીઃ કોઇપણ પ્રકારના જાનહાનિ નથી

નવી દિલ્હીઃ જમ્મુ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં દર્દપોરાના અરિન વિસ્તારમાં નવો બનેલો રોડ અને એક પુલ વાદળ ફાટવાને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. જો કે કોઇપણ પ્રકારના જાનહાનિ અંગે કોઇ માહિતી નથી. જો કે, વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી છે.
મળતી માહિતી મુજબ વાદળ ફાટવાની ઘટના અરીન દર્દપોરાના જંગલ વિસ્તારમાં બની હતી, જેના કારણે દર્દપોરામાં નવો બનેલો રોડ અને એક પુલને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ટીમો મોકલવામાં આવી છે. તે જ સમયે, આ જ જિલ્લાના ખુંદિર નાળામાં અચાનક પૂરના અહેવાલો છે.
સ્થિતિનો તાગ મેળવવા માટે સત્તાવાર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, બાંદીપોરા-ગુરેઝ રોડ પણ ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે લોકોને આગામી આદેશ સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની સલાહ આપી છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
