<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કોલકાતા લેડી ડોકટર રેપ-મર્ડર કેસઃ સીબીઆઇએ પ પ્રશ્નો ઉકેલવા પડશે

કોલકાતા : તા. ૧૬ :..  પヘમિ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્‍કાર બાદ તાલીમાર્થી ડોક્‍ટરની  અતિ ઘાતકી હત્‍યાને લઈને દેશ ઉકળી રહ્યો છે. બંગાળના રાજકારણમાં તોફાન મચી ગયું છે. કોલકાતા પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.   પ્રારંભિક તપાસ બાદ જે રીતે આ કેસ સાથે જોડાયેલા તથ્‍યો સામે આવી રહ્યા છે, તેનાથી સ્‍પષ્ટ થાય છે કે આ બળાત્‍કાર અને હત્‍યાનો સામાન્‍ય મામલો નથી.

બુધવારે મોડી રાત્રે ટોળાએ હોસ્‍પિટલમાં ઘૂસી તોડફોડ કરી હતી.  બદમાશોએ બળાત્‍કાર-હત્‍યાના સ્‍થળને નિશાન બનાવ્‍યું હતું  પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ  તોડી નખાયા હતાં. આ હુમલો એક મોટા ષડયંત્ર અને મોટા ગુનાહિત નેટવર્ક તરફ ઇશારો કરી રહ્યો.

૩૧ વર્ષીય ટ્રેઇની ડોક્‍ટરના મળત્‍યુમાં સીબીઆઈને જે પ્રશ્નોના જવાબો  શોધવા પડે છે તે ખૂબ જ ગંભીર છે. આ પછી જ ખબર પડશે કે ડોક્‍ટરની હત્‍યામાં કેટલા લોકો સામેલ છે. કોઈ કાવતરાના ભાગરૂપે તેણી પર સામૂહિક બળાત્‍કાર અને હત્‍યા કરવામાં આવી હતી. શું દવા વિભાગમાં પીજીના બીજા વર્ષની  વિદ્યાર્થી હોસ્‍પિટલમાં થઈ રહેલી કેટલીક ગડબડીનું રહસ્‍ય જાણતી હતી?  જેના તેના કારણે ઘણા વ્‍હાઇટ કોલર લોકોના ચહેરા ખુલ્લા થઈ શકયા હોત.

 આ મામલામાં હોસ્‍પિટલ પ્રશાસન અને પોલીસ શું છુપાવી રહી છે અને શા માટે છુપાવી રહી છે?

સીબીઆઈએ પહેલા સ્‍પષ્ટ કરવું પડશે કે મહિલા તાલીમાર્થી ડોક્‍ટર પર બળાત્‍કાર થયો હતો કે ગેંગરેપ? પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં મળેલા પુરાવા દર્શાવે છે કે તેના પ્રાઈવેટ પાર્ટમાં ૧૫૧ મિલી વીર્ય હતું. નિષ્‍ણાત તબીબોનું માનવું છે કે આટલી મોટી માત્રામાં વીર્ય એક જ પુરુષનું ન હોઈ શકે, તો પછી ગેંગરેપમાં કેટલા લોકો સામેલ હતા?

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ કેસના આરોપી સંજય રોયની તમામ વિભાગોમાં એક્‍સેસ હતી. શું તે ફરજ રોસ્‍ટરથી વાકેફ હતો? તાલીમાર્થી તબીબ સતત ૩૬ કલાક ફરજ પર હતા. રાત્રે ૨ વાગે ડ્‍યુટી અને ડિનર કર્યા બાદ તે ઉપરના માળે સ્‍ટાફ રૂમમાં ગયેલ.  પછી તે સેમિનાર હોલમાં કેવી રીતે પહોંચી, કોણ તેને લઈ ગયું? તે આરોપી સંજય પાસે કેવી રીતે પહોંચી?

પકડાયેલ આરોપી સંજયનો પગાર માત્ર ૧૦ હજાર રૂા. છે, પરંતુ ખર્ચ બેફામ કરતો. આ રૂપિયા કયાંથી આવતા? સેકસ રેકેટ-ડ્રગ્‍સની ગેંગનો સદસ્‍ય હતો ? શું હત્‍યા પામનારની સાથે પીજી કરી રહેલ કોઇ અન્‍ય વિદ્યાર્થી સામેલ હતી ?

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના આ ઘટના પ્રત્‍યે મૌનથી અનેક પ્રશ્નો સર્જાયા છે, વિરોધ પક્ષ ભાજપને નવી રાજકીય તાકાત મળવા સાથે પ્રચંડ લોક રોષનું સમર્થન મળી રહ્યું છે.

(4:40 PM IST)