તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 16th August 2024
રાજપીપળા ટેકરા ફળિયામાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી : રૂપિયા ૩૫,૧૭૦ ના મુદ્દામાલ સાથે 4 પકડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળાના ટેકરા ફળિયા વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીયાઓ ને ઝડપી લીધા હતા
મળતી વિગતો અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે ટેકરા ફળિયા ઝોગણીમાતા મંદિરવાળા ફળીયામાં આવેલ અડાળીની ખુલી જગ્યામાં જુગાર રમતા(૧) ઉમેશભાઇ ઉર્ફે ઉમો રવિશંકરભાઇ વસાવા( રહે. રાજપીપલા સીધીવાડ રબારી ફળીયુ) (૨) રાહુલકુમાર જગદીશભાઇ વસાવા (રહે.રાજપીપલા ટેકરા ફળીયા)(૩) મુકેશભાઇ ઝીણાભાઇ વસાવા (રહે, રાજપીપલા ટેકરા ફળીયા)(૪) રાજેશભાઇ શનુભાઇ વસાવા (રહે. રાજપીપલા ટેકરા ફળીયા )ને ઝડપી તેમની અંગઝડતીના રોકડા રૂપિયા ૨૫,૫૨૦/- તથા દાવ પરના તેમજ છુટા છવાયા રોકડા રૂપિયા. ૪૬૫૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૩૫,૧૭૦/- ના મૂદ્દામાલ સાથે પકડી લીધા હતા જ્યારે (૫)કલ્પેશભાઇ કનુભાઇ માછી (રહે.રાજપીપલા નવા ફળીય )(૬) રાકેશભાઇ ઉર્ફે લંગો રાજેશભાઇ વસાવા( રહે.રાજપીપલા ટેકરા ફળીયા ટાંકીવાળુ ફળીયુ) (૭) છગનભાઇ વસાવા (રહે. રાજપીપલા તા.નાંદોદ જી. નર્મદા) જેના પિતાનુ નામ જણાય આવેલ નથી નાઓ નાશી ગયેલ હોય આ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
