<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

નરેન્દ્રભાઈએ સ્પેસ અને ગ્રીન એનર્જી ક્ષેત્રને સરકારની પ્રાથમિકતા ગણાવી:આ સેકટરની કંપનીઓના શેરમાં ઉછાળો આવવાની સંભાવના

નવી દિલ્હી:સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીના ભાષણ બાદ હવે શુક્રવારે શેરબજાર પર મોટી અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સ્પેસ અને ગ્રીન એનર્જી સેક્ટરના શેરોમાં હલચલ વધી શકે છે. વાસ્તવમાં પીએમ મોદીએ સ્પેસ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં થઈ રહેલા કામો વિશે જણાવ્યું અને આ ક્ષેત્રને લઈને સરકારની પ્રાથમિકતા ગણાવી. ગ્રીન એનર્જી અને સ્પેસ સેક્ટર સંબંધિત ઘમી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. એવામાં આ શેરો પર રોકાણકારોની નજર રહેશે.

સ્વતંત્રતા દિવસના મોકા પર લાલ કિલ્લાની પ્રાચીરથી આપવામાં આવેલા ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માટે સ્પેસ સેક્ટર બહુ જ મહત્વનું છે. આ સેક્ટર જીવંત થઈ રહ્યું છે અને અમે આ સેક્ટરને મજબૂતી આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, સ્પેસ સેક્ટરમાં ઘણા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. ખાનગી સેટેલાઈટ, રોકેટ લોન્ચિંગના કાણે આ ક્ષેત્રમાં રોજગારીના અવસર વધી રહ્યા છે.

જ્યારે, ગ્રીન એનર્જી સેક્ટરને લઈને પીએમ મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધી 500 ગીગાવોટ ક્લીન એનર્જીનું લક્ષ્ય રાખશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતે અન્ય G-20 દેશોની તુલનામાં રિન્યુએબલ્ એનર્જી સેક્ટરમાં વધારે પ્રયાસ કર્યા છે.

સ્પેસ અને ગ્રીન એનર્જી સેક્ટર્સા શેર્સમાં અપોલો માઈક્રો સિસ્ટમ, એસ્ટ્રા માઈક્રો, ભારત ડાયનામિક્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ડેટા પેટર્ન, ડીસીએક્સ સિસ્ટમ્સ, હિન્દુસ્તારન એરોસ્પેસ અને એમટીએઆર ટેકનોલોજી એરોસ્પેસ સેક્ટરની કંપનીઓ છે. આ બધી કંપનીઓના શેર માર્કેટમાં લિસ્ટેડ છે.

અદાણી ગ્રીન એનર્જી, આઈનોક્સ વિન્ડ, બોરોસિલ રિન્યુએબલ્સ, JSW એનર્જી, ઓલેક્ટ્રા ગ્રીનટેક, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટાટા પાવર, ગ્રીન એનર્જી સેક્ટરની માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ છે.

(9:02 PM IST)