<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

દેશની ભૂમિના કણકણમાં શૂરવીરતા સાહસ અને સમર્પણની ગાથા

પોરબંદરમાં કલેકટર એસ. ડી. ધાનાણીના હસ્‍તે ૭૮માં સ્‍વાતંત્ર્ય પર્વનું ધ્‍વજવંદનઃ જિલ્લાના વિકાસ કામો માટે રપ લાખનો ચેક અર્પણઃ દેશભકિતના રંગારંગ કાર્યક્રમો યોજાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર. તા.૧૬ :..  ૭૮મા સ્‍વાતંત્ર પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી  કલેક્‍ટર એસ.ડી. ધાનાણીના અધ્‍યક્ષ સ્‍થાને  પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવી હતી. સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી આન, બાન, શાન સાથે કરાઈ હતી. જિલ્લા કલેક્‍ટરશ્રીએ ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી સૌએ રાષ્‍ટ્રગાન કર્યું હતું .

 તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સ્‍વતંત્રતા પર્વની શુભકામના પાઠવીને  જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી...તેના કણકણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. આઝાદીના આ સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં અસંખ્‍ય વીર, વીરાંગનાઓએ બલિદાન આપ્‍યા છે. આવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે ૧પ મી ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્‍વતંત્રતાનું સપનું સાકાર થયું. પોરબંદર તો મહાત્‍મા ગાંધીજીની જન્‍મભૂમિ છે. વિશ્વ વિભૂતિ, મહામાનવ મહાત્‍મા ગાંધીજીને આજે યાદ કરીએ તેમ કહયું હતું.

   વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી શહાદત વહોરનાર વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલી આપવા ‘હર ઘર તિરંગા' અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આજે દેશ વિશ્વ ફલક પર ગૌરવભર્યા સ્‍થાન પર છે. તેઓની પ્રેરણાથી આઝાદી કા અમળત મહોત્‍સવ, મેરી મીટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્‍ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે. ગુજરાત સરકારે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં અને મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આવા પર્વોને લોક ઉત્‍સવો તરીકે ઉજવવાની પહેલ કરી દેશને એક નવી પ્રેરણા પૂરી પાડી છે.

કલેક્‍ટરશ્રીએ વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં વિકાસ યાત્રા અને મુખ્‍યમંત્રીના નેતળત્‍વમાં ગુજરાતમાં ગરીબ કલ્‍યાણ મેળા, પ્રાકળતિક ખેતી, સોલાર આધારિત ઉર્જા, કાયદો વ્‍યવસ્‍થા, સામાજિક સેવાઓ, મહિલા અને ખેડૂત કલ્‍યાણ યોજનાઓ, એક પેડ મા કે નામ સહિત પર્યાવરણ જાળવણીના અભિયાનો સહિત વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અને જન અભિયાનોની માહિતી આપી હતી.

   જિલ્લા કલેક્‍ટરે જણાવ્‍યું હતું કે, પોરબંદર જિલ્લામાં તાજેતરમાં છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ થયો હોવાની સ્‍થિતિમાં અસરગ્રસ્‍તોની મદદ માટે રાજ્‍ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્રે લોકોની મુશ્‍કેલી દૂર કરવા પગલા લીધા છે. આ અંગે કાયમી આયોજન માટે તંત્ર કટિબદ્ધ છે.સાગરપુત્રો માટે ડીઝલ સેલટેક્‍સ રીફંડ પેટે ૩૬ કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. વિવિધ યોજના હેઠળ રૂપિયા ૧પ કરોડથી વધુની સહાય માચ્‍છીમારોને ચૂકવાઈ છે. પશુપાલન ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતા પોરબંદર જિલ્લાના પશુપાલકોને બે કરોડની સહાય ચૂકવાઈ છે. અકસ્‍માત વિમા યોજના હેઠળ બાવીસ ખેડૂતોને ૪૪ લાખની સહાય તેમજ પી.એમ. કિસાન યોજના અંતર્ગત ૪૭ હજારથી વધુ ખેડૂતોને રૂપિયા ૧૭ હજાર લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. આવાસ વિહોણાઓને ઘરનું ઘર આપવા, પ્રાકળતિક ખેતી ને પ્રોત્‍સાહન આપવા, અનાજ વિતરણ વ્‍યવસ્‍થા, વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ યોજનાઓ, બાગાયતી અને ખેતી ક્ષેત્રે જિલ્લામાં યોજનાઓની અમલવારી, જિલ્લા પંચાયત અને પોલીસ વિભાગની કામગીરી સહિત વિવિધ વિભાગોની કામગીરી અને ફળશ્રુતિ જણાવી હતી.નાગરિક સેવાઓ માટે એક ઝુંબેશના ભાગરૂપે કામ કરનાર વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મયોગીઓને કલેક્‍ટરશ્રી ધાનાણીએ શુભકામનાઓ પાઠવી હતી.

  જિલ્લા પોલીસના ડોગ યુનિટે વિવિધ કરતબો રજૂ કરવાની સાથે ડી.વાય.એસ.પી.શ્રી સુરજીત મહેડુએ નવા કાયદાની સમજ આપી હતી. જિલ્લા કલેક્‍ટરશ્રી દ્વારા વિકાસના કામો માટે રૂા. રપ લાખનો ચેક આયોજન અધિકારી જે.સી. ઠાકોરને અર્પણ કરાયો હતો.

સ્‍વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે બોખીરાના ચામુંડા મહેર ગરબા મંડળે ઙ્કાચીન ગરબો અને મણીયારો રાસ, મોકર પ્રાથમિક શાળાના બાળકોએ રાધેકળષ્‍ણનો રાસ, સપ્તકલા એસો. એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટે વીરાંજલી અને એક્‍ટ્રીમ ફિટનેસ કેરે યોગ પિરામીડ, કરાટેનું નિદર્શન સહિતના કાર્યક્રમો પ્રસ્‍તુત કર્યા હતા જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરનારાઓનું વિશિષ્ટ સન્‍માન કરાયું હતું. કલેક્‍ટરશ્રી તથા અન્‍ય મહાનુભાવોના હસ્‍તે સરાહનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર તથા શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

આ તકે પોરબંદરના ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર,પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બી.યુ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડી સી એફ શ્રી ભારદ્વાજ,નિવાસી અધિક કલેક્‍ટરશ્રી આર.એમ. રાયજાદા,ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી એસ.એ. જાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી,  સહિત મોટી સંખ્‍યામાં અગ્રણીઓ, કર્મચારીઓ વિદ્યાર્થીઓ પોલીસ જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:52 PM IST)