News of Friday, 16th August 2024
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કેમ ના થઇ ? ચૂંટણી પંચે જણાવ્યું આ કારણ
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી. હવે ઝારખંડની સાથે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી યોજાશે

નવી દિલ્હી. ગત વખતે મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક સાથે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પણ આ વખતે એવું ન થયું. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે છેલ્લી વખત હરિયાણા અને મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. હરિયાણામાં 3 નવેમ્બરે અને મહારાષ્ટ્રમાં 26 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી નહોતી. સુરક્ષા દળોની જરૂરિયાતના આધારે ચૂંટણી પંચે બે રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. અન્ય ઘણા પરિબળો પણ છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મહારાષ્ટ્રમાં વરસાદને કારણે BLOનું કામ પણ બાકી છે. ગણેશ ઉત્સવ, પિતૃ પક્ષ, નવરાત્રી અને દિવાળી સહિતના ઘણા તહેવારો પણ છે. આ કારણસર ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક સાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 કુલ બેઠકો: 90 મતદાન: 01 ઓક્ટોબર ગણતરી: 04 ઓક્ટોબર
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 કુલ બેઠકો: 90 પ્રથમ તબક્કોઃ 24 બેઠકો મતદાન: 18 સપ્ટેમ્બર બીજો તબક્કોઃ 26 સીટો મતદાન: 25 સપ્ટેમ્બર ત્રીજો તબક્કો: 40 બેઠકો મતદાન: 01 ઓક્ટોબર ગણતરી: 04 ઓક્ટોબર
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
