News of Friday, 16th August 2024
ચૂંટણી જાહેર થતા હરિયાણામાં રાજકીય હલચલ : પૂર્વ મંત્રી અનુપ ધાનકે જેજેપીમાંથી રાજીનામુ આપ્યું
અનૂપ ધાનક અગાઉ ભાજપ-જેજેપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને દુષ્યંત ચૌટાલા પરિવારના ખૂબ નજીકના મનાય છે

નવી દિલ્હી : હરિયાણમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય હલચલ શરૂ થવા લાગી છે, પૂર્વ મંત્રી અનુપ ધાનકે જેજેપીમાંથી રાજીનામું આપ્યું હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થતાં જ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને મોટો ફટકો પડ્યો છે.
હરિયાણાના ઉકલાનાના પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનૂપ ધાનકે જેજેપીમાંથી પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. અનૂપ ધાનક અગાઉ ભાજપ-જેજેપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને દુષ્યંત ચૌટાલા પરિવારના ખૂબ નજીકના માનવામાં આવે છે. અનૂપ ધાનકના રાજીનામાને વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
