તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
વાંકાનેર તાલુકા પીએસઆઇ તથા ટીમને સન્માનિત કરતા મોરબી જિલ્લા કલેકટર

વાંકાનેર : મોરબી જીલ્લામાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ જે બદલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એલ. એ. બરગા એ. એસ. આઇ. ચમનભાઇ ચાવડા, પો. હેડ કોન્સ. ક્રિપાલસિંહ થાવડા, પો. કોન્સ. સંજયસિંહ જાડેજાને સ્વતંત્ર્ય દિવસ નિમિતે મોરબી કલેકટર શ્રી ઝવેરી, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા તથા વહીવટી અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
