<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કાળજાના કટકા જેવી લાડકીના ગાંધી દંપતિ દાન દેશે પીજીવીસીએલના ચીફ ઇજનેર જસ્‍મીન ગાંધીની સુપુત્રી ચિ. ડો. ઇશા ચિ.ડો. મેઘ સાથે શુભ લગ્ન કાલે સવારે મંડપ મુહુર્તઃ સવારે ૧૦ વાગ્‍યે રૂડા મામેરા ભરાશે...

રાજકોટઃ પીજીવીસીએલના ચીફ ઇજનેર અને વીજ તંત્રમાં ભારે લોકપ્રિય તથા અનેક મહત્‍વની કામગીરી કરનાર શ્રી જસ્‍મીન ગાંધી અને શ્રીમતિ નીના ગાંધીની સુપુત્રી ચિ. ડો. ઇશા (M.S. ઓપ્‍થોલમોલોજી)ના શુભ લગ્ન શ્રી મમતાબેન તથા શ્રી મનોજભાઇ અનડકટના સુપુત્ર ચિ. ડો. મેઘ (M.D. ઓબ્‍સટેટ્રીક અને ગાયનેકોલોજી) સાથે શ્રાવણ સુદ ૧૪ ને રવિવારે તા. ૧૮-૮-ર૦ર૪ના શુભ દિને વિશ્‍વા પાર્ટી લોન્‍સ-ઇશ્‍વરીયા રોડ, સેન્‍ટર પોલ સ્‍કૂલ પાસે, મુંજકા રાજકોટ ખાતે રાખેલ છે, જાન આગમન સાંજે પ કલાકે તથા હસ્‍ત મેળાપ સાંજે ૭-૧પ કલાકે થશે. સ્‍વરૂચિ ભોજન સમારંભ રાત્રે ૮ કલાકે યોજાશે. આગલા દિવસે શનિવારે આવતીકાલે સવારે મંડપ મુહુર્ત તથા સવારે ૧૦ વાગ્‍યે રૂડા મામેરા ભરાશે. શનિવારના આ બંને પ્રસંગ રાધાકૃષ્‍ણ-૧, જસાણી પાર્ક, જૂના એરપોર્ટ પાસે રાખેલ છે

(3:50 PM IST)