તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
‘ઇફકો' ના ચેરમેન દિલીપ સંઘાણી સાંજે રાજકોટમાં

રાજકોટ તા. ૧૬ :.. શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા આજે શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે શ્રી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે ર૯મો સરસ્વતી સન્માન સમારંભ યોજાનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓ. લિ.ના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી આવી રહ્યા છે.
રાજકોટ શહેરના લેઉવા પટેલ જ્ઞાતિના શૈક્ષણીક ક્ષેત્રે ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓનું સોના તથા ચાંદીના મેડલ આપી જાહેર સન્માન કરવા આ મંડળ દ્વારા ર૯મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ છે. શ્રી દિલીપ સંઘાણી આ કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રે અમદાવાદ જવા રવાના થશે.
(3:00 PM IST)










