<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રવિવારથી શુભ ઇમેજીંગ સેન્‍ટરનો શુભારંભ

ડો. જય બારસીયાની જય ઇમેજીંગ સેન્‍ટરથી સફળતા બાદ બાલાજી હોલ ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આર. કે. પ્રાઇમ પ્‍લસમાં નવુ સાહસ * એમઆરઆઇ, સીટી સ્‍કેન સોનોગ્રાફી સહિતની સુવિધા

 

રાજકોટ, તા. ૧૬ :  જય ઇમેજીંગ સેન્‍ટરની સફળતા બાદ તા. ૧૮ ના રવિવારથી શહેરના બાલાજી હોલ ૧પ૦ ફૂટ રીંગ રોડ આર.કે. પ્રાઇમ પ્‍લસ ખાતે શુભ ઇમેજીંગ સેન્‍ટરનો શુભારંભ થઇ રહેલ છે.

શહેરના વેસ્‍ટ ગેટ, રૈયા ચોક ખાતે આવેલા ‘‘જય ઇમેજીંગ સેન્‍ટર'' લેબોરેટરીના ૩ વર્ષ પૂર્ણ થતા તેના જવલંત સફળતા બાદ બાલાજી હોલ પાસે, આર.કે. પ્રાઇમ પ્‍લસમાં ‘‘શુભ ઇમેજીંગ સેન્‍ટર'' નવા સાહસનું તા. ૧૮ ના સવારે ૯ વાગ્‍યે ઉદ્‌્‌ઘાટન થવા જઇ રહ્યું છે.

લેબોરેટરીની ફેસીલીટીમાં એમ.આર. આઇ. સી.ટી. સ્‍કેન, અલ્‍ટ્રા સોનોગ્રાફી ૩ ડી.યુ.એસ.જી. એકસ-રે તેમજ અન્‍ય પેથોલોજી સર્વીસ રહેશે. રાજકોટના ખ્‍યાતનામ ડોકટરની વિશ્વસનીયતાનું સ્‍થળ બન્‍યું છે કે જયા ગુણાત્‍મક ચકાસણી સાથે રાહત દરે સુવિધાઓ ઉપલબ્‍ધ બનશે તેમજ રેડીયોલોજીસ્‍ટ, હેલ્‍થકેર, પ્રોફેશ્‍નલસ તેમજ ટ્રેઇન્‍ડ નર્સીંગ સ્‍ટાફ સારવાર માટે સજ્જ રહેશે.

આ ઉદ્‌્‌ઘાટન પ્રસંગે માધવપ્રીયદાસજી સ્‍વામી તેમજ પૂ. બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી પૂ. ધર્મવત્‍સલ સ્‍વામી (એસજીવીપી), પૂ. રાધાકૃષ્‍ણ સ્‍વામી (બોરડી મંદિર), પુ. બ્રમતીર્થ સ્‍વામી (બીએપીએસ), પૂ. સંતવલ્લભ સ્‍વામી (ગુરૂકુલ) થી સંતો મહંતોની ઉપસ્‍થિતિ રહેશે તેમજ તેમના હસ્‍તે ઉદ્‌્‌ઘાટન અને દિપ પ્રાગટય થશે.

 સામાજીક તેમજ રાજકીય આગેવાનો પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલ, ધારાસભ્‍યો રમેશભાઇ ટિલાળા, દર્શીતાબેન શાહ, જયેશભાઇ રાદડિયા, ઉદયભાઇ કાનગડ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોધરા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, મેયર નયનાબેન પેઢળીયા, પૂર્વ મંત્રી વલ્લભભાઇ કથિરીયા, શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્‍ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તાલુકા અગ્રણી બાબુભાઇ નસીત સદભાવના વૃધ્‍ધાશ્રમ વિજયભાઇ ડોબરીયા વિગેરે મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહેશે. ડો. જય અમૃતભાઇ બારસીયા, ડો. આનંદ ભુપેન્‍દ્રભાઇ વાછાણી, ડો. ચિરાગ જયંતીભાઇ પરસાણા તેમને આવકારી અભિવાદન કરવા ઉપસ્‍થિત રહેશે.

(4:27 PM IST)