<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી નરેન્‍દ્રભાઈ કોટીલાનો કાલે ૫૩મો જન્‍મદિન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ૧૬ : વિસાવદર  તાલુકા અને સમગ્ર સોરઠમાં સામાજિક-રાજકીય-સહકારી સહિત વિવિધ ક્ષેત્રે જબરૂ યોગદાન ધરાવતા જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ કોટીલા કાલે તા.૧૭ ઓગષ્ટે પોતાનો ૫૩મો જન્‍મદિવસ એકદમ સાદાઈથી બાળકો-દર્દીઓને ફૂટ-બિસ્‍કીટના વિતરણ સાથે ઉજવવાનું પ્રેરણાદાયી આયોજન કર્યું છે.આર.એસ.એસ.ના સ્‍વયંસેવક શ્રી કોટીલા કેશુભાઈના કાર્યકાળ દરમિયાન ‘સી.એમ.હાઉસ - ગાંધીનગર' ખાતે તેમજ વિસાવદર- ભેસાણ ખાતે ‘કેશુભાઈ પટેલનાં કાર્યાલય મંત્રી' તરીકે યશસ્‍વી ફરજો બજાવી ચૂકયા છે. લેરિયા ગામના પૂર્વ સરપંચ,માર્કેટ યાર્ડ-સહકારી સંઘના ડીરેક્‍ટર-સરકારી હોસ્‍પિટલ-રોગી કલ્‍યાણ સમિતિના સદસ્‍ય તેમજ ભાજપ સંગઠનમાં તાલુકા- જિલ્લાની વિવિધ સમિતિ- મોરચાઓમાં અગ્રીમ જવાબદારી સંભાળી રહ્યા છે. હાલ જાહેર જીવનમાં સતત સક્રિય અને પ્રજા સાથે જીવંત સંપર્ક ધરાવતા શ્રી કોટીલા (મો.૯૪૨૭૭ ૪૧૭૪૮)ને વિશાળ ચાહકવર્ગ દ્રારા જન્‍મદિનની અવિરત શુભેચ્‍છા-વર્ષા કરાઈ રહી છે.

(1:45 PM IST)