તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
મેંગો માર્કેટ પાછળ આવેલી કરોડોની જમીનના વિવાદમાં થયેલી પોલીસ કાર્યવાહીને વખાણતા સાત ભાગીદારો જગ્યા પરથી કેમેરાની લૂંટમાં પકડાયેલા મયુર અને જયદિપ જેલહવાલેઃ ભાગીદારો પૈકીના મનસુખભાઇ તલસાણીયાએ
પત્રકાર પરિષદમાં કહ્યું-અમને કંઇ થાય તો કમલેશ રામાણી, ભૂપત ભરવાડ અને દિલીપ મકવાણા જવાબદાર

રાજકોટઃ કુવાડવા રોડ મેંગો માર્કેટ પાછળ ખોડલ એવન્યુ નામની જમીન ખાતે આવેલી પ્રજાપતિ સમાજના ૭ ભાગીદારોની ઓફિસે આ જમીન પોતે વેંચાતી લીધી છે તેમ કહીને આવેલા શખ્સો મયુર રૂપારેલીયા અને જયદિપ નામના શખ્સે આવી આ જમીન પર હાજર વ્યકિતને ત્યાંની રૂમમાં પુરી દઇ તેનો મોબાઇલ ઝુટવી લઇ તેમજ બે સીસીટીવી કેમેરાની લૂંટ કરી રૂમમાં પુરી દેવાયેલ વ્યકિત-પગીને બહાર કાઢી ધમકાવી મોબાઇલ ફોન ફેંકી દેવાયાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે તત્કાળ કાર્યવાહી કરી બે આરોપીની ધરપકડ કરી હતી. જે બંને જેલહવાલે થયા હતાં. હાલ ૩૦ કરોડની કિંમતની આ જમીનને વિવાદીત બનાવી દેવામાં આવ્યાના કિસ્સામાં પોલીસે નોંધપાત્ર કામગીરી કરી કારસો નિષ્ફળ બનાવ્યાનું ભાગીદારો વતી મનસુખભાઇ તલસાણીયા અને નિતીનભાઇ ઘાટલીયાએ પત્રકાર પરિષદમાં જણાવી તેમજ જમીનમાં હવે કમલેશ રામાણી અને ભૂપત ભરવાડ સામેલ થઇ ગયા હોઇ પોતાને કે ભાગીદારોને કંઇ થશે તો આ આ બંને અને મુળ જમીન માલિક દિલીપ મકવાણા તેના જવાબદાર રહેશે તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ જમીનના મુળ માલિક દિલીપ મકવાણા પાસેથી પોણા બે વર્ષ પહેલા પ્રજાપતિ સમાજના ૭ ભાગીદારો મનસુખભાઇ તલાસાણીયા, સંજયભાઇ ઘાટલીયા, હંસાબેન કોશીયા, રસિકભાઇ ભલગામા, દિનેશભાઇ ચોહાણ, પ્રફુલભાઇ નળીયાપરા અને ગોવિંદભાઇ લાઠીયાએ ખરીદી હતી. જે તે વખતે દોઢ કરોડ ચેકથી અને દોઢ કરોડ રોકડેથી ચુકવ્યા હતાં. ત્યારે આ આ જમીન ડેવલપ કરવા સમજુતી થઇ હતી. જેમાં બીનખેતી કરાવવી, લે આઉટ પ્લાન પાસ કરાવવો તેમજ માલિકના નામે કરાવવાનો અને જમીન પર રોડ રસ્તા ગટર, સાઇટ ઓફિસ બનાવવા સહિતનો ખર્ચ મનસુખભાઇ તલસાણીયા અને ભાગીદારોએ ભોગવવાનો હતો તેવુ નક્કી થયું હતું. તા. ૧-૨-૨૩ના રોજ આ જગ્યાનો કબ્જો અમને સોપાયો હતો. લે-આઉટ પ્લાન મંજુર થયા બાદ કરાર મુજબ અમને લીગલી કબ્જો સોંપવાની સમજુતી થઇ હોઇ જમીન ડેવલપ કરી ભાગીદારોએ રોડ રસ્તા ગટરનું કામ કરાવ્યું હતું. સાઇટ ઓફિસ બનાવી મહાદેવ એન્ટરપ્રાઇઝનું બોર્ડ લગાવ્યું હતું અને બે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતાં. જો કે આ પછી જમીન માલિક દિલીપભાઇ મકવાણાએ મનસુખભાઇ સહિતનાને જાણ કર્યા વગર બીનખેતીની પ્રક્રિયા ચાલતી હતી તે પરત ખેંચી લીધી હતી અને કહી દીધુ હતું કે હવે જમીન મારે વેંચવી નથી. આ પછી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમાં વાદવાળી જગ્યા પ્રતિવાદી ચાલુ દાવે વેચાણ, ગીરો, બક્ષિસ કે ટ્રાન્સફર કરે કરાવે નહિ તેવો વાદીની તરફેડમાં વચગાળાનો હુકમ કરાયો હતો. દરયિમાન તા. ૨-૬-૨૪ના રોજ મારા ભાગીદાર મનસુખભાઇ ભલગામા સાઇટ ઓફિસે હતાં ત્યારે મયુર રૂપારેલીયા અને બે જણા આવ્યા હતાં અને કહેલું કે આ જગ્યા અમે વેંચાતી લઇ લીધી છે, તમે જતા રહેજો. ખાલી નહિ કરો તો ટાંટીયા ભાંગી નાખશું તેવી વાત કરી હતી.
ત્યારબાદ આ જગ્યાએથી સીસીટીવી કેમેરા મયુર સહિતના શખ્સો લઇ ગયા હતાં. જેનો ગુનો બી-ડિવીઝન પોલીસે નોંધી મયુર અને જયદિપની ધરપકડ કરી હતી. મયુર જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી કેમેરા કબ્જે લીધા હતાં. આ ઓફિસ કમલેશ રામાણીની હોવાનું અમને (ભાગીદારો)ને જાણવા મળ્યું હતું. દરમિયાન આ કેસમાં હવે દિલીપ મકવાણા સાથે કમલેશ રામાણી અને ભૂપત ભરવાડ પણ સામેલ હોઇ અમને સાત ભાગીદારોમાંથી કોઇને કંઇ થશે તો તેની જવાબદારી આ ત્રણેયની રહેશે તેમ મનસુખભાઇ તલસાણીયા સહિતે જણાવ્યું હતું. કેમેરાની લૂંટના બનાવમાં પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમ તપાસ કરે છે. આગળ કાવત્રામાં બીજા નામો ખુલવાની શક્યતા છે. તસ્વીરમાં વિગતો જણાવતાં પ્રજાપતિ સમાજના જમીનના સાત ભાગીદારો જોઇ શકાય છે
(3:09 PM IST)










