News of Friday, 16th August 2024
તાઈવાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો. માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઇવાનમાં આવેલી ઇમારતો હચમચી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઇવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
