News of Friday, 16th August 2024
જમ્મુ કાશ્મીરની ૯૦ બેઠકોની ચૂંટણી ૧૦ વર્ષ બાદ યોજાશે : ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી : હરિયાણા ધારાસભા ૯૦ સીટની ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી
જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી : ૧૮ ,૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી : હરિયાણામાં એક તબક્કામાં ૧ ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી : બંને રાજ્યોની મતગણતરી ૪ ઓક્ટોબરના રોજ થશે

નવી દિલ્હી, તા. ૧૬ : જમ્મુ કાશ્મીરની ૯૦ બેઠકોની ચૂંટણી ૧૦ વર્ષ બાદ યોજાશે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. હરિયાણા ધારાસભા૯૦ સીટની ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી : ૧૮ ,૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. હરિયાણામાં એક તબક્કામાં ૧ ઓક્ટોબરના રોજે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોની મતગણતરી ૪ ઓક્ટોબરના રોજ થશે
ચૂંટણી પંચે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે મતદાન થશે.
હરિયાણામાં ૧ ઓક્ટોબરે મતદાન થશે. બંને રાજ્યોમાં ૪ ઓક્ટોબરે મતગણતરી થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ૯૦ વિધાનસભા બેઠકો હશે. આ સીમાંકન પછીની બેઠકો છે.
ચૂંટણી પંચે કહ્યું કે આ વર્ષે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ૩ સીટો વધારવામાં આવી છે. ગત વખતે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ૮૭ બેઠકો હતી.
હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ૩ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો.
હરિયાણામાં ૯૦ બેઠકોમાંથી ભાજપને ૪૦ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે ૩૧ બેઠકો જીતી હતી. જેજેપીએ ૧૦ બેઠકો જીતી હતી અને અન્યને ૯ બેઠકો મળી હતી.
ચૂંટણી બાદ ભાજપ અને જેજેપીએ સાથે મળીને સરકાર બનાવી હતી પરંતુ હવે જેજેપી સરકારમાંથી બહાર છે.
લોકસભા ચૂંટણી લડવા માટે મનોહર લાલ ખટ્ટરને રાજ્યના મુખ્યમંત્રી પદેથી હટાવીને નાયબ સિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
