તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 16th August 2024
રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની માંગ સાથે દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યા સુબ્રહ્મણીયમ સ્વામી :મોદી સરકાર પાસે કાર્યવાહીની માંગ
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતા પાસે બ્રિટિશ નાગરિકતા છે.

નવી દિલ્હી :ભાજપના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતા રદ્દ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી. સ્વામીની અરજી પર આવતા સપ્તાહે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં કહ્યું છે કે તેમણે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસના સાંસદની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયે પાંચ વર્ષમાં આ અંગે શું નિર્ણય લીધો છે કે કાર્યવાહી કરી છે તે સ્પષ્ટ નથી કર્યું
ભારતીય બંધારણના અનુચ્છેદ 9નો ઉલ્લેખ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે આ મુજબ તેઓ માત્ર એક જ દેશના નાગરિક બની શકે છે. નાગરિકતા અધિનિયમ 1955ના નિયમો અનુસાર તેમની પાસેથી ભારતીય નાગરિકતા છીનવી લેવી જોઈએ.
સ્વામીએ કહ્યું હતું કે જો કોઈ નાગરિક બીજા દેશની નાગરિકતા લે છે તો તેણે ભારતીય નાગરિકતા છોડવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2019માં આ મામલે રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલવામાં આવી હતી. સ્વામીએ હવે કોર્ટ પાસે માંગ કરી છે કે તે સરકારને આ મુદ્દે કાર્યવાહીની સ્થિતિ વિશે પૂછે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
