તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 17th August 2024
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માટે 84 ખેલાડીઓની ભારતીય ટુકડી રવાના: 28 ઓગસ્ટથી થશે પ્રારંભ
8 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સ માટે ભારતીય ટીમમાં તીરંદાજી એથ્લેટિક્સ બેડમિન્ટન કેનોઇંગ સાઇકલિંગ બ્લાઇન્ડ જુડો પાવરલિફ્ટિંગ રોઇંગ શૂટિંગ સ્વિમિંગ ટેબલ ટેનિસ અને તાઇકવૉન્ડો સહિત 12 રમતોમાં 84 ખેલાડીઓનો સમાવેશ

નવી દિલ્હી. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂ થશે. 8 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સ માટે ભારતીય પેરાલિમ્પિક ટીમ શુક્રવારે રવાના થઈ હતી. આ પહેલા ભારતીય પેરાલિમ્પિક કમિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતીય ટુકડી માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ટીમમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, કેનોઇંગ, સાઇકલિંગ, બ્લાઇન્ડ જુડો, પાવરલિફ્ટિંગ, રોઇંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને તાઇકવૉન્ડો સહિત 12 રમતોમાં 84 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પેરાલિમ્પિક્સમાં ભારતની આ સૌથી મોટી ટુકડી છે. ટોક્યોમાં 54 ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો.
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "અમારા પેરા એથ્લેટ્સમાં અવરોધોને પાર કરવાની અને પડકારોને તકોમાં ફેરવવાની અદભૂત ક્ષમતા છે. તેઓએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની તૈયારીઓમાં દૃઢ નિશ્ચય અને દ્રઢતા દર્શાવી છે." ભાગ્યશ્રી જાધવ અને સુમિત અંતિલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માટે ભારતના ધ્વજ વાહક તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. તે દેશના 84 ખેલાડીઓની ટુકડીનું નેતૃત્વ કરશે
પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત 1960માં થઈ હતી. ભારતે 11 એડિશનમાં ભાગ લીધો છે અને 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત 31 મેડલ જીત્યા છે. આમાંથી અડધાથી વધુ ટોક્યો 2020માં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 19 મેડલ જીત્યા હતા.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
