News of Friday, 16th August 2024
આપણા હૃદયના ભૂમિ પર હંમેશના માટે તિરંગો સ્થાપિત થવો જોઈએ, અને રાષ્ટ્રપ્રેમની હવા ચાલતી રહેવી જોઈએ અને આપણા મનમાં હંમેશા એ તિરંગો લહેરાતો રહે : પૂજ્ય ભાઈશ્રી : પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં "પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
મહાનુભાવો અને સાંદીપનિ ઋષિકુળ પાઠશાળા અને સાંદીપનિ ગુરુકુળ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આચાર્ય, સર્વે અધ્યાપકો શિક્ષકો, અતિથીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરના પટાંગણમાં રાષ્ટ્રધ્વજની સામૂહિક રાષ્ટ્રવંદના

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ ;સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરના પટાંગણમાં "પૂ. ભાઇશ્રી" શ્રી રમેશભાઈ ઓઝા, મહાનુભાવો અને સાંદીપનિ ઋષિકુળ પાઠશાળા અને સાંદીપનિ ગુરુકુળ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી એવં સર્વે અધ્યાપકો શિક્ષકો, પધારેલા અતિથીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ૭૮મો સ્વતંત્રતા દિવસ ગરિમામય વાતાવરણમાં અનેક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો.
સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના અધ્યાપકો અને છાત્રો દ્વારા તિરંગા સાથે પૂજ્ય ભાઇશ્રીનું સ્વાગત એવં અભિવાદન કરવામાં આવ્યુ. પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રીહરિ મંદિરના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા સામૂહિક રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી.
ધ્વજવંદન બાદ સાંદીપનિ ગુરુકુળ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી. ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંદીપનિ ઋષિકુળ સંસ્કૃત પાઠશાળા અને સાંદીપનિ ગુરુકુળ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સાંદીપનિ ઋષિકુળ અને ગુરુકુળના આચાર્યશ્રીઓએ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર પ્રત્યેના મનોભાવ વ્યક્ત કર્યા હતા.
આપણા દેશ ભારતનો ૭૮મો સ્વાધીનતા દિવસ. ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આજના દિવસે ધ્વજને હોઈસ્ટીંગ કરવામાં આવે છે. અંગ્રેજ સરકારનો ઝંડો ઉતારીને ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો. આઝાદી માટે જે દિવસ નક્કી થયો હતો તેના પહેલા જ અંગ્રેજો આપણને આઝાદી આપીને ચાલ્યા ગયા અથવા તો જવું પડ્યું અને આજે ભારત અમૃતકાળમાં છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજે લાલ કિલ્લાથી ફ્લેગ હોઇસ્ટીંગ કરીને ધ્વજવંદન કર્યું, રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દિવસોમાં એમના દ્વારા પ્રેરિત બે પ્રવૃત્તિઓ પુરા દેશમાં ચાલી રહી છે. એક તો 'એક પેડ માં કે નામ' વૃક્ષારોપણ. આપણો ભારત દેશ હરિયાળીથી યુક્ત બની જાય. આ જરૂરી પણ છે. જેવી રીતે પર્યાવરણનું આખું ચક્ર વિક્ષિપ્ત થઇ ગયું છે. તે જોતા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ બંને આપદાનો વિશ્વ સામનો કરી રહ્યું છે. ત્યારે ભારતમાતાનો શૃંગાર આપણે હરિયાળીથી કરીએ, વૃક્ષો વાવીને કરીએ એ આવશ્યક છે.
બીજી વાત આ આ સ્વાધીનતા દિવસને જ્યારે આપણે મનાવી રહ્યા છીએ એના પહેલા જ 'હર ઘર તિરંગા' વાળી એક પ્રવૃત્તિ કરવામાં આવી. 4 જુલાઈ અમેરિકાનો સ્વાધીનતા દિવસ છે. દરેક ઘરના બાર અમેરિકાનો ઝંડો હોય છે. ઘણા ઘર મેં અમેરિકામાં એવા જોયા જ્યાં બાર મહિના અમેરિકાનો ધ્વજ રહેતો હોય છે. આપણા કંઈક નિયમ છે પરંતુ દરેક ઘરમાં તિરંગો પહોંચે અને આ તિરંગો પહોંચે તો માત્ર હાથમાં લઈને લહેરાવાની વાત નથી. તિરંગા હંમેશા માટે 24 કલાક માટે આપણા હૃદયમાં હોય આપણા મનમાં લહેરાતો રહેવો જોઈએ. એ તિરંગાના આ ત્રણ રંગ કેસરી સફેદ અને લીલો. કેસરી ક્રાંતિનું પ્રતિક છે. ક્રાંતિ વિના આ સ્વતંત્રતા આપણને મળી નથી. અનેક ક્રાંતિકારીઓએ આના માટે પ્રાણીઓની આહુતિ આપી છે. આજે આપણે આ દિવસે એ વીર શહીદોને યાદ કરીએ છીએ. સ્વતંત્રતા સસ્તામાં ન મળે અને ના મળી. એટલા માટે સ્વતંત્રતાનું મૂલ્ય શું છે ? મહત્વ શું છે એ સમજવું જોઈએ. અને આ સ્વતંત્રતાના માટે લાયક બની રહીએ એનો પ્રયાસ કરવો જોઈએ. ક્રાંતિ – શહીદ ભગતસિંહ જેવા અનેક વીર બલિદાનીઓ કેટલા વર્ષો સુધી સંઘર્ષ કરતા રહ્યા ત્યારે આપણને આ આઝાદી મળી છે. સફેદ રંગ શાંતિ અને સંયમનો પ્રતીક છે અને લીલો રંગ દેશમાં હરિયાળી ખુશાલી અને સમૃદ્ધિનું પ્રતીક છે. ક્રાંતિ તો થાય પરંતુ તેના પછી શાંતિ હોવી જોઈએ. તેનું પ્રતીક સફેદ રંગ. શાંતિના વાતાવરણમાં જ સમૃદ્ધિ સંભવ છે. આપણો દેશ આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે અને થોડા વર્ષોમાં આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ ક્રાંતિના પછી જો શાંતિ નહીં હોય તો ક્રાંતિ સંયમ રહિત થઈ જાય છે. તો તેને હુલ્લડોમાં બદલતા વાર નહીં લાગે. વર્તમાનમાં જ આપણા પાડોશી દેશમાં જે થયું છે અને જે થઈ રહ્યું છે. ચાલો માનીએ કે સત્તા પરિવર્તન માટે કોઈ ક્રાંતિ કરે છે. પરંતુ તે જ્યારે સંયમ રહિત થઈ જાય છે, એ યુવાનો, તે નાગરિકો, સત્તા પરિવર્તનનું એનું લક્ષ્ય સિદ્ધ થયા પછી કોઈ સમુદાય વિશેષને ટાર્ગેટ કરે છે. એના ઘરને સળગાવે છે, એના મંદિર ચર્ચ ઉપર હુમલાઓ કરે છે, સળગાવવામાં આવે છે ત્યારે આ ક્રાંતિ ક્રાંતિ રહેતી નથી તે ઉપદ્રવ બની જાય છે. બાંગ્લાદેશમાં રહેનારા જે લઘુમતીમાં છે એની જે અત્યારે સ્થિતિ છે. પુરા ભારતમાં તેની ભર્ત્સના થઇ રહી છે. તો તિરંગામાં કેસરી પછી સફેદ રંગ વચ્ચે છે. સૌથી ઉપર કેસરી છે. ક્રાંતિ તો હોય પરંતુ કેન્દ્રમાં શાંતિ હોવી જોઈએ. જો આ શાંતિ ન હોય તો સ્વતંત્રતાના પછી સુરાજ્યની સ્થાપનામાં બહુ મોટી બાધા ઉત્પન્ન થાય છે. નિર્માણ તરફ નહીં વિનાશની તરફ સમાજ જાય છે. બસો સળગાવવી, ઇમારતોને સળગાવવી, પોલીસ સ્ટેશનને સળગાવવું. આજે જેને ક્રાંતિ કહે છે, તે ક્રાંતિ પછી જે ઉપદ્રવ થાય છે તે સંયમના અભાવ કે અભાવના કારણે થાય છે. કોઈ લઘુમતી અથવા કોઈ સંપ્રદાય વિશેષના લોકોને ટાર્ગેટ કરીને આ પ્રકારની અરાજકતા, આ પ્રકારની અવ્યવસ્થા જો લાંબી ચાલે તો આપણે આશા કરીએ છીએ કે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં જે કેર ટેકિંગ ગવર્મેન્ટ છે એ એના ઉપર ખૂબ પૂરું ધ્યાન આપશે અને જેટલી લઘુમતીઓ છે ત્યાં તેની સુરક્ષા સુનિશ્ચિત કરશે. ક્રાંતિ તેના પછી શાંતિ અને શાંતિ સંયમ વિના આવતી નથી. આપણા પોતાના વ્યવહારમાં સંયમ, આપણા બોલવામાં સંયમ રાષ્ટ્ર ભક્તિ વિના આ થતું નથી. ક્રાંતિ અને શાંતિ. આપણું રાષ્ટ્ર સ્વતંત્ર થયું તેના પછી ખૂબ હદ સુધી દેશમાં શાંતિ રહી અને એ શાંતિના વાતાવરણમાં આજે ભારત આ વિકાસ સુધી પહોંચ્યું છે. આ લીલો રંગ એ દેશની હરિયાળી, દેશની સમૃદ્ધિ છે. કારણ કે આર્થિક રૂપથી કમજોર બનવું અને આસપાસના બીજા સમૃદ્ધ અને સંપન્ન રાષ્ટ્ર સહકારના બહાને ક્યાંક ને ક્યાંક આપણી સ્વતંત્રાને ડેમેજ કરી શકે છે અને આવા ઘણા દેશોમાં થયું છે. આર્થિક પરતંત્રતા પણ પરાધીનતા જ છે. આથી આર્થિક રૂપથી મજબૂત બનવું, ભૌતિક રૂપથી મજબૂત બનવું, યોદ્ધાની રીતે મજબૂત બનવું, આ બધી વાતો કોઈ રાષ્ટ્રના માટે એટલી જ મહત્વપૂર્ણ છે. ઘરે ઘરે જ્યારે તિરંગો પહોંચી રહ્યો છે ત્યારે આ માત્ર 15 મી ઓગસ્ટની વાત નથી. આપણા હૃદયના ભૂમિ પર તિરંગો સ્થાપિત થવો જોઈએ, અને રાષ્ટ્રપ્રેમની હવા ચાલતી રહેવી જોઈએ અને આપણા મનમાં હંમેશા એ તિરંગો લહેરાતો રહે. ત્યારે ભારતમાતાની દ્રષ્ટિમાં રાખીને તમે જીવન જીવશો.
હવે જ્યારે ૨૦૪૭માં ભારત એક વિકસિત રાષ્ટ્રના રૂપમાં વિશ્વમાં ઉભરશે ત્યારે આવનારી જે પેઢી છે તેને કેટલું વધારે જવાબદારી પૂર્વક રહેવાનું છે. તો એટલા માટે આપણા હૃદયની ભૂમિમાં આ તિરંગો સ્થાપિત રહે, આપણા મનમાં લહેરાતો રહે અને રાષ્ટ્રપ્રેમની હવા ચાલતી રહે. આપ સૌને સ્વાધીનતા દિવસની ખુબ ખુબ વધાઈ. આપણે પોતાની જાતને રાષ્ટ્રપુરુષ પ્રત્યે સમર્પિત કરીએ, "રાષ્ટ્રાય સ્વાહા, રાષ્ટ્રાય ઈદમ, મમ" આ ભાવથી ભારત માતાના સંતાન, માં ભારતીના માટે સમર્પિત થઈએ. આ તિરંગાની આનંદ શાન બની રહે આ તિરંગો આપણા ત્રણ રંગો દ્વારા જે કહેવા માગે છે તે સંદેશને સદૈવ આપણે મનમાં રાખીને એક જવાબદાર નાગરિકની જેમ આપણે જીવીએ વંદે માતરમ
કાર્યક્રમના અંતે સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.(તસ્વીર: મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
