<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

એઆઈની કમાલ:ટ્રમ્પ અને મસ્ક એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા:ખુદ એલન મસ્કે જ ટ્વીટ કર્યો વીડિયો

નવી દિલ્હી:જ્યારથી એલન મસ્કે ટ્વીટર ટેકઓવર કર્યું છે ત્યારથી તે X પર એટલે કે ટ્વીટર પર ખુબ એક્ટિવ રહેવા લાગ્યા છે. તેમના આવ્યા બાદ ટ્વીટરમાં અનેક પરિવર્તન પણ આવ્યા છે. તેમને લોગો સુધી પણ ચેન્જ કરાવ્યો છે.હાલમાં તેમને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

એલન મસ્કે આ વીડિયો Pin Post કરીને રાખ્યો છે. જેમાં તે અને ટ્રમ્પ સૂટ અને બુટમાં  આઇકોનિક બી જીજના સોંગ "સ્ટેઈન્ગ અલાઈવ" પર શાનદાર ડાન્સ મુવ કરી રહ્યા છે. પરંતુ આ એક AI જનરેટેડ વીડિયો છે. આ વીડિયો પર મસ્કે કપ્શનમાં મજાકમાં લખ્યુ છે કે, વીરોધીઓ આને AI કહેશે". જેથી તેની પર લોકોની વિવિધ કૉમેન્ટ પણ આવી રહી છે.

એક યુઝરે ટ્રમ્પ અને મસ્કનો ફોટો શેર કરીને લખ્યું કે, "અમેરિકાની ડ્રીમ ટીમ" તો અન્ય એક યુઝરે અમેરિકન ડેમોક્રેટ્સ તથા માર્ક ઝુકરબર્ગ સહિતના લોકોનો ફોટો શેર કરીને તેમના વતી મજાકમાંં કહ્યુ કે, "આ ડાન્સ મુવ ગેરકાયદેસર છે."આ વીડિયોને અત્યાર સુધી 96 મિલિયન વ્યુ તથા 1.4 મિલિયન લાઈક મળી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, એલનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કંપની xAIએ પોતાના લેટેસ્ટ AI મોડલ Grok -2 અને Grok -2 Miniને બેટા  રજુ કર્યું છે.આ મોડલ Grok 1.5ની તુલનામાં વધારે અપડેટેડ છે. તેમાં કોડિંગ અને કોમ્પ્લેક્ષ રિઝનિંગ એબિલિટી સામેલ છે. આ મોડલ X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ યૂઝર માટે ઉપલબ્ધ છે.

(9:25 PM IST)