News of Friday, 16th August 2024
કાલથી સાતમ-આઠમ તહેવાર સંદર્ભે રાજકોટ એસ.ટી.
ડિવીઝન પ૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ હાલ ચિકકાર ગીર્દી ભારે ડીમાન્ડ બાદ રાજકોટ-જામજોધપુર વચ્ચે ડેઇલી એક નવી બસ દોડાવવાનું શરૂ... : કાલથી રાજકોટથી અમદાવાદ-જૂનાગઢ-પોરબંદર-જામનગર-મોરબી તરફ એકસ્ટ્રા બસો દોડશે

રાજકોટ તા. ૧૬: સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે, સોમવારે રક્ષાબંધન છે, આવતા ગુરૂવારે બોળચોથ છે, અને તેના પરીણામે ફરવા જવાનો માહોલ શરૂ થયો છે, અને તેના સંદર્ભે રાજકોટ એસ.ટી. ડીવીઝન રાજકોટ ડેપો ઉપરથી ૧પ સહિત જુદા જુદા ડેપો ઉપરથી વિવિધ સ્થળ-શહેરો માટે પ૦ જેટલી એકસ્ટ્રા બસો કાલથી દોડાવાશે તેમ ડિવીઝનલ નિયામકશ્રી કલોતરાએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, તેમણે જણાવેલ કે રાજકોટ તથા અન્ય ડેપો ઉપરથી અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી પંથકમાં એકસ્ટ્રા બસો દોડાવાશે, હાલ ચિકકાર ટ્રાફીક છે, રોજની આવક ૬૦ લાખ ઉપર થઇ છે. તેમજ દરરોજ ઘેલા સોમનાથ માટે-૪, તથા સોમનાથ માટે ર-એકસ્ટ્રા બસો દોડી રહી છે.
દરમિયાન ભારે ડીમાન્ડ બાદ આજથી રાજકોટ-જામજોધપુર વચ્ચે રાજકોટ ડિવીઝને એક સ્પેશ્યલ બસ શરૂ કરી છે, આજે આ બસનું ઉદ્દઘાટન અને લોકાર્પણ ધારાસભ્ય શ્રી દર્શીતાબેન શાહના હસ્તે થયું હતું, આ પ્રસંગે ડિવીઝનલ નિયામકશ્રી કલોતરા તથા ડેપો મેનેજરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બસ પંચાયતનગરથી સવારે ૬-ર૦ કલાકે જામજોધપુર જવા રવાના થશે, અને જામજોધપુરથી સવારે ૧૦-૩૦ કલાકે પૂનઃ પંચાયતનગર પરત ફરશે, હાલ એક જ ટ્રીપ રખાઇ છે.
(4:42 PM IST)










