તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૨૦૦ તબિબોની હડતાલઃ કાળા વસ્ત્રો ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા : જુઓ વિડિયો
બંગાળમાં મહિલા તબિબ પર બળાત્કાર-હત્યાની ઘટનાના ઘેરા પડઘા : ઇમર્જન્સી સિવાયની તમામ સેવાથી અળગા રહ્યાઃ વી વોન્ટ જસ્ટીસ સહિતના બેનરો પ્રદર્શિત કરી ન્યાયની માંગણી કરી : હડતાલથી દર્દીઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઇ

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જેડીયુ ઍસોસિઍશનના નેજા હેઠળ ૨૦૦ જેટલા તબિબોઍ હડતાલ પાડી સુત્રોચ્ચાર કર્યા હતાં (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૬: કોલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાલ પર જવાનું આયોજન કર્યું છે ત્યારે ગુજરાતમાં ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે. તે અંતર્ગત આજે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજના ૨૦૦ જેટલા રેસિડેન્ટ તબિબોએ હડતાલ પાડી છે. તેમણે કાળા વષાો ધારણ કરી ઇમર્જન્સી સિવાયની સેવાથી બાકાત રહી સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપી ન્યાયી કાર્યવાહીની માંગણી કરી છે.
કલકત્તામાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ તેને હત્યાની ઘટના બની છે, જેને લઈને પヘમિ બંગાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં દેશભરમાંથી પણ આ ઘટનાના વિરોધમાં તબીબો આગળ આવી રહ્યા છે. ખાસ કરીને ડોક્ટરોની સલામતીનો મુદ્દે હવે ચર્ચાનો એરણ પર જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, તેમજ આ ઘટનાની સીબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. મહિલા જુનિયર તબીબ પર બળાત્કારની અને હત્યાની ઘટના મામલે દેશભરના ડોક્ટરોએ ગંભીરતાથી નોંધ લઈ ઓનલાઈન બેઠક કરી હતી. જેમા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના હેડકવાર્ટરના તબીબો અને જે તે રાજ્યના પ્રતિનિધિ ડોક્ટર પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. બેઠક અંતર્ગત ઘટનાના વિરોધમાં દેશભરના ડોક્ટરે હડતાલનો નિર્ણય કર્યો હતો.
બીજી તરફ રાજકોટ પીડીયુ મેડિકલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલના ૨૦૦ જેટલા રેસિડેન્ટ તબિબોએ આજે હડતાળ પાડી બંગાળની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તબિબોઅ ઓપીડી અને વોર્ડ સહિતની સેવાથી દૂર રહ્યા હતાં. જો કે ઇમર્જન્સી ફરજ બજાવી હતી. તબિબોએ અલગ અલગ સુત્રો સાથેના બેનર્સ પ્રદર્શીત કરી પヘમિ બંગાળની ઘટનામાં ન્યાયી અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. તેમજ તબિબોની સુરક્ષા માટે નક્કર કાર્યવાહી કરી પગલા લેવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમ જુનિયર ડોક્ટર્સ એસોસિએશન જેડીએ-પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના પ્રેસિડેન્ટ ડો. સંદીપ શર્મા, વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિશ્વજીત લાવડીયા, ડો. મનુ પ્રસદા, સેક્રેટરી ડો. દર્શિત રફાલીયા, ડો. પરાસ્વી તન્ના સહિતે જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ અને જુનિયર તબિબોની હડતાલથી દર્દીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે તબિબી અધિક્ષક દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
(3:06 PM IST)










