<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રાજકોટમાં અરેરાટીજનક બે ઘટના નવા થોરાળાની ન્યુ સર્વોદયમાં ધોરણ-૧૧ની છાત્રા જાનવી અને પરસાણાનગરમાં ધોરણ-૯ની છાત્રા ભકિતએ દુનિયા છોડી દીધી

જાનવી વહેલી સવારે ઉલ્ટી કરવા માંડતાં હોસ્પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્યોઃ ભકિતએ ઘરે ગળાફાંસો ખાઇ લીધા બાદ હોસ્પિટલમાં મૃત્યુઃ બંને ઘટનામાં કારણ અકળઃ વાળા અને ટીમાણીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬ :  શહેરમાં બે અલગ અલગ ઘટનામાં બે છાત્રાએ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. નવા થોરાળાની ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતી ધોરણ અગિયારની છાત્રાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે જામનગર રોડ પરસાણાનગરમાં રહેતી ધોરણ નવની છાત્રાએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી હતી.

જાણવા મળ્યા મુજબ પંદરમી ઓગષ્ટની વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે ન્યુ સર્વોદય સોસાયટી-૧૦માં રહેતી જાનવી રમેશભાઇ વાળા (ઉ.વ.૧૬) નામની બાળાએ ઝેરી દવા પી લેતાં તેણી ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોને જાણ થતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પણ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકાઇ સહિતે થોરાળા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ભાવેશભાઇ વસવેલીયાએ જરૃરી કાર્યવાહી કરી હતી. જાનવી બે ભાઇ અને બે બહેનમાં નાની અને પરિવારની લાડકી હતી. તે સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ-૧૧માં ભણતી હતી. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

બીજા બનાવમાં જામનગર રોડ પરસાણાનગર-૧૦માં રહેતી અને સત્યપ્રકાશ સ્કૂલમાં ધોરણ-૯માં ભણતી ભકિત વિજયભાઇ ટીમાણીયા (ઉ.વ.૧૪)એ પંદરમી ઓગષ્ટના રોજ ઘરમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્ર.નગરના એએસઆઇ ચંદ્રસિંહ ઝાલાએ જરૃરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભકિત બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા વિજયભાઇ જામનગર એરફોર્સ કેન્ટીનમાં કૂક તરીકે કામ કરે છે. ભકિતએ કયા કારણે પગલુ ભર્યુ તે બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. 

(11:39 AM IST)