<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

શેરબજારમાં ટનાટન તેજી : સેન્‍સેકસ ૮૦૨૫૦ ઉપર બપોરે ૨ વાગ્‍યે સેન્‍સેકસ ૧૧૫૪ તો નીફટી ૩૨૩ પોઇન્‍ટ અપઃઆઇટીટી - મીડિયા શેર્સની છલાંગ

મુંબઇ, તા.૧૬: શેરબજારમાં આજે બમ્‍પર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્‍સેક્‍સ ૧૧૦૦થી વધુ પોઈન્‍ટ ઉછળીને ૮૦૨૬૦ને પાર કરી ગયો છે. જ્‍યારે નિફ્‌ટી ૩૨૩ પોઈન્‍ટના ઉછાળા સાથે  ૨૪૪૬૬ના સ્‍તર પર છે. નિફ્‌ટીના ટોપ ગેનર્સમાં, વિપ્રો ૩.૧૧%ના ઉછાળા સાથે રૂ. ૫૧૦.૫૫ પર પહોંચી ગયો છે. મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા ૨.૮૭%ના વધારા સાથે રૂ. ૨૮૨૪ પર છે. જ્‍યારે ટેક મહિન્‍દ્રા, L&TMindtree અને TCS બે ટકાથી વધુ સુધર્યા છે. BSE પર તમામ લિસ્‍ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪.૧૫ લાખ કરોડ વધીને રૂ. ૪૪૮.૪૪ લાખ કરોડ થયું છે.

રિયલ્‍ટી ઈન્‍ડેક્‍સ ૧.૭૪ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો છે. DLF ૩.૮૨ ટકા વધીને રૂ. ૮૫૩.૦૫ પર પહોંચી ગયો છે. ઓબેરોય રિયલ્‍ટીમાં ૧.૭૫ ટકાનો વધારો થયો છે. ગોદરેજ પ્રોપર્ટી પણ ૧.૬૪% વધીને રૂ. ૨૯૨૦.૯૦ પર છે. સનટેક ૧.૬૦% ઉપર છે. સોભામાં ૧.૪૨્રુ, લોઢામાં ૧.૩૩% અને પ્રેસ્‍ટીજમાં ૧.૨૬% નો વધારો થયો છે. મહિન્‍દ્રા લાઈફ, બ્રિગેડ અને ફોનિક્‍સ પણ વધી રહ્યા છે. આ પહેલા માર્કેટમાં જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો હતો. સેન્‍સેક્‍સ ૯૮૦ પોઈન્‍ટના વધારા સાથે ૮૦,૦૦૦ને પાર કરી ગયો છે. નિફ્‌ટીમાં લગભગ ૩૦૦ પોઈન્‍ટનો વધારો જોવા મળી રહ્યો છે. જ્‍યારે મિડકેપ ઈન્‍ડેક્‍સ ૭૦૦ પોઈન્‍ટ ઉછળ્‍યો છે.

સારા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્‍યો હતો. જ્‍યાં મિડકેપ અને સ્‍મોલકેપ શેરો આઉટપરફોર્મ કરી રહ્યા છે. આઈટી ઈન્‍ડેક્‍સ લગભગ ૨ ટકાની વળદ્ધિ સાથે કામ કરી રહ્યો છે. વાસ્‍તવમાં અમેરિકામાં મંદીના ઓછા ડરને કારણે આઈટી સેક્‍ટરમાં તેજી જોવા મળી રહી છે. MPHASIS 4% થી વધુ વધીને ફયુચર્સમાં ટોપ ગેનર બની ગયું છે. બિરલાસોફ્‌ટ, એલટીઆઈએમ અને વિપ્રો પણ ૩% વધ્‍યા છે.

જિઓજિત ફાઈનાન્‍સિયલ સર્વિસિઝના ચીફ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સ્‍ટ્રેટેજિસ્‍ટ વી.કે. વિજયકુમારે જણાવ્‍યું હતું કે, અમેરિકામાં મંદીની ભીતિના વાદળો વચ્‍ચે વૈશ્વિક સ્‍તરે ૫ ઓગસ્‍ટથી વેચવાલીનું પ્રમાણ વધ્‍યું હતું. જો કે, અમેરિકા દ્વારા જારી ફુગાવાના આંકડાઓએ રાહત આપતાં મંદીના વાદળો દૂર થયા છે. લેબર માર્કેટ પણ સુધારા તરફી આગળ વધી રહ્યું છે. જેથી ફેડ દ્વારા વ્‍યાજના દરોમાં ઘટાડાની શરૂઆત થવાના અંદાજ સાથે વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે

(3:48 PM IST)