News of Friday, 16th August 2024
જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ ચૂંટણી થવાની આશા : ચૂંટણીની તારીખોની જાહેરાત પર ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા
તેમણે કહ્યું છે કે અમે ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે.

નવી દિલ્હી :લાંબા સમયની રાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. 25 સપ્ટેમ્બરે અને બીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ચૂંટણીની જાહેરાત બાદ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે પ્રતિક્રિયા આપી છે.
ગુલામ નબી આઝાદે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે. સમગ્ર દેશ, મીડિયા અને નેતાઓ કરતાં વધુ જમ્મુ-કાશ્મીરના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. અમે ચૂંટણીની તારીખોની જાહેરાતને આવકારીએ છીએ. આશા છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે
આઝાદે કહ્યું, અમને પૂરી આશા છે કે જમ્મુ-કાશ્મીરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજાશે. ચિંતાની વાત એ છે કે આતંકવાદ ફરી એક વખત ફરી વળ્યો છે. જમ્મુ ડિવિઝનમાં તેની વધુ અસર છે. અમને પૂરી આશા છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
