<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કોલકાતામાં ડોક્ટરની હત્યાના વિરોધમાં કાલે રાજકોટના તમામ વકીલો કામગીરીથી અલિપ્ત રહી શ્રદ્ધાંજલિ આપશે

કાલે IMA દ્વારા કામગીરીથી અલિપ્ત રેહવાંનાં નિર્ણયને રાજકોટના વકીલોનું ખુલ્લું સમર્થન

કોલકાતામાં ડોકટર યુવતીની હત્યાના બનાવનાં વિરોધમાં આવતીકાલે IMA દ્વારા કામગીરીથી અલિપ્ત રેહવાંનાં નિર્ણયને રાજકોટના વકીલોનું ખુલ્લું સમર્થન મળ્યું છે

રાજકોટ બાર એસો. દ્વારા IMA રાજકોટ નાં હોદેદારોને પત્ર પાઠવી સમર્થન આપ્યું છે
રાજકોટના તમામ વકીલો દ્વારા કાલે સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી શ્રધાંજલિ આપવામાં આવશે.
પ્રમુખ બકુલ રાજાણી તથા સેક્રેટરી પી.સી.વ્યાસ સહિતના તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવાયો છે

(7:24 PM IST)