<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ભારતના ઓલમ્‍પીક મેડાલીસ્‍ટ સરબજોતસિંઘએ હરીયાણા સરકારની નોકરીની ઓફર ઠુકરાવી

નવી દિલ્‍હીઃ ભારતીય ઓલમ્‍પીક મેડાલીસ્‍ટ સરબજોતસિંઘને હરીયાણા સરકાર તરફથી સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી. જે તેણે નકારી કાઢી હતી. તેણે જણાવ્‍યું કે, જોબ સારી છે પણ તે હાલમાં કરવા માંગતો નથી. હું હજુ શુટીંગ ઉપર વધુ કામ કરવા માંગુ છું. મારા પરિવારે જોબની ઓફર સ્‍વીકારી લેવા કહયું હતું પરંતુ મેં મન બનાવી લીધું છે માટે હું હાલમાં નોકરી કરી શકીશ નહિ.

 

(6:15 PM IST)