News of Friday, 16th August 2024
ઉદયપુરમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલા બાદ હિંસા ભભૂકી : વાહનોમાં આગ લગાવી, કલમ 144 લાગુ: ભારે તંગદિલી
બે વિદ્યાર્થીઓ વચ્ચે છરીની ઘટના બાદ હિંસા ફાટી :શહેરમાં ભયનો માહોલ:એક વિદ્યાર્થી ઘાયલ: અનેક જગ્યાએ આગચંપી થઈ:બાજરો બંધ કરાવાઈ :અનેક જગ્યાએ તોડફોડ

રાજસ્થાનના ઉદયપુર શહેરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે છરીની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. શહેરમાં અનેક જગ્યાએ આગચંપી થઈ છે. બજારો બંધ કરી દેવામાં આવી છે. અનેક જગ્યાએ તોડફોડના બનાવો બન્યા છે. આરોપીના ઘર પર બુલડોઝ મારવાની માંગ સાથે હિન્દુ સંગઠનો હોસ્પિટલ પહોંચ્યા છે. મામલાની ગંભીરતાને જોતા કલેકટરે કલમ 144 લગાવી દીધી છે.
આ ઘટના શહેરના સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં ભટ્ટિયાણી ચૌહાટા સ્થિત સરકારી શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી એક કિશોરે બીજાને ચાકુ મારીને ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. લોકોએ શહેરના બજારો બંધ રાખ્યા હતા. તેમજ અનેક જગ્યાએ ટાયર સળગાવીને દેખાવો કર્યા હતા. અનેક જગ્યાએ તોડફોડ કરી હતી.
અનેક જગ્યાએ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અડધો ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. એમબી હોસ્પિટલમાં હજારો લોકો આવ્યા હતા. ત્યાં પણ ભારે હોબાળો થયો હતો. માહિતી મળતા જ સાંસદ મન્નાલાલ રાવત, શહેરના ધારાસભ્ય તારાચંદ જૈન, ગ્રામીણ ધારાસભ્ય ફૂલ સિંહ મીના, જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલ, એસપી યોગેશ ગોયલ હોસ્પિટલ પહોંચ્યા
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
