News of Friday, 16th August 2024
અમેરિકામાંથી આવેલા સારા સંકેત વચ્ચે IT શેરોમાં આગ ઝરતી તેજી: સેન્સેક્સ 1,330 પોઇન્ટ ઉછળ્યો
IT સેક્ટરના શેરોમાં નિકળેલી ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ

મુંબઈ : અમેરિકાના અર્થતત્રમાં મંદીની ચિંતા ઓછી થતા અને US ડોલરની કિંમતમાં ઘટાડા વચ્ચે IT સેક્ટરના શેરોમાં નિકળેલી ઓલ-રાઉન્ડ ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે સેન્સેક્સ 1330 પોઈન્ટ એટલે કે 1.68 ટકા ઉછળીને 80,436 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 397 પોઇન્ટ એટલે કે 1.65 ટકાની તેજી સાથે 24,541 પર બંધ રહ્યો હતો.
BSE સેન્સેક્સમાં સ્થાન ધરાવતી 30 પૈકી 29 કંપનીના શેરોમાં તેજી જ્યારે એક કંપનીના શેરોમાં મંદી જોવા મળતી હતી.
IT સેક્ટરમાં આજે જંગી ખરીદી જોવા મળી હતી. IT Index 10,98.28 પોઇન્ટ એટલે કે 2.72 ટકા તેજી સાથે 41,549.12 થયો હતો. TCS રૂપિયા 124.90 અથવા 2.91 ટકા રૂપિયા 4,400ને પાર થયો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ 36.70 એટલે કે 2.01 ટકા વધી 1,859.35,એમ્ફેસિસ રૂપિયા 194.75 અથવા 7. 17 ટકા વધી રૂપિયા 2,911.95 , વિપ્રો રૂપિયા 21.30 અથવા 4.30 ટકા વધી રૂપિયા 516.40 રહ્યો હતો.
આ ઉપરાંત ભારતમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના પરિણામો મજબૂત મળતા તેની પણ શેરબજાર પર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ગ્રાસિમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સના શેરોમાં ભારે તેજી જોવા મળતી હતી.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
