<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અમેરિકામાં Teflon fluનું કારણ બની રહી છે આ વસ્તુઓ

નવી દિલ્હી: અમેરિકામાં ગયા વર્ષે ટેફલોન ફ્લૂના (Teflon flu) ઘણા કેસ નોંધાયા હતા. 16 જુલાઈના રોજ પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ગત વર્ષે ટેફલોન ફ્લૂ, જેને પોલિમર ફ્યુમ ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે 250થી વધુ લોકોને અહીં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ એક દુર્લભ રોગ છે, જે ખૂબ જ ગરમ નોનસ્ટિક તવામાંથી નીકળતા ધુમાડાને કારણે થાય છે. આ રોગનું નામ નોનસ્ટિક કોટિંગ, ટેફલોન પરથી રાખવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ઘણી રસોઈઓ બનાવવા માટે થાય છે. પોલિમર ફ્યુમ ફીવર (polymer fume fever),જેને ટેફલોન ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અત્યંત ગરમ પોલિટેટ્રાફ્લોરોઇથિલિન(PTFE) ના ઝેરી ધૂમાડાને કારણે થાય છે. આ રોગ સામાન્ય રીતે નોનસ્ટિક કુકવેરમાં જોવા મળતા ફ્લોરોકાર્બનના થર્મલ ડિગ્રેડેશનને કારણે થાય છે. જો કે, નબળા વેન્ટિલેશન અથવા સ્વચ્છતાના અભાવને કારણે જોખમ પણ વધી શકે છે. નોનસ્ટિક કુકવેર વધુ ગરમ થવાને કારણે ટેફલોનમાંથી નીકળતો ઝેરી ધુમાડો ટેફલોન ફ્લૂ માટે જવાબદાર છે, તેથી તેને પોલિમર ફ્યુમ ફીવર પણ કહેવામાં આવે છે.

 

(6:46 PM IST)