તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
વાડીના કુવામાં પડી જતા બે માસુમ બાળકોના મોત
ગોંડલના નાના મહીકા ગામે બે સગાભાઇઓના મોતથી પરપ્રાંતીય પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો

તસ્વીરમાં મોતને ભેટેલા બંને બાળકોના મૃતદેહ અને કુવો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૨૪)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૬ :ગોંડલ તાલુકાનાં નાના મહીકા ગામે વાડીનાં કુવામાં પરપ્રાંતિય પરીવાર નાં બે બાળકો પડી જતા ડુબી જવાથી બન્ને નાં મોત નિપજ્યા હતા. એક બાળક નો મળતદેહ તેના પિતાએ કુવામાં પડી બહાર કાઢયો હતો.બીજા બાળક નો પતો નહી લાગતા ગોંડલ ફાયર બ્રિગેડ સ્ટાફ તથા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી જઇ બન્ને બાળકો ને કુવામાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બન્ને બાળકો સગા ભાઈઓ થતા હતા.
પ્રાપ્ત વિગત મુજબ નાના મહીકા નાં ધીરુભાઈ પોપટભાઇ વિરડીયા ની વાડીમાં ખેત મજુરી કરતા પરપ્રાંતિય ધર્મેન્દ્રભાઈ જાદવ નાં બે પુત્રો રીતીક ઉ.૪ તથા અヘનિ ઉ.૨ સવારે વાડીનાં કુવા પાસે રમતા હતા.દરમિયાન રમતા રમતા અકસ્માતે પાણી ભરેલા સાઇઠ ફુટ ઉંડા પાણીમાં પડી જતા ડુબી જવાથી બન્નેનું મોત નિપજ્યુ હતુ.
બન્ને બાળકો નજરે નહી પડતા તેના પરિવારે વાડીમાં શોધખોળ કરી હતી.દરમિયાન કુવા પાસે બન્નેનાં ચંપલ પડ્યા હોય બન્ને કુવામાં પડી ગયા નું માની તેના પિતા ધર્મેન્દ્રભાઈ એ કુવામાં જંપલાવ્યું હતું.જેમા કુવામાં થી એક બાળક નો મળતદેહ હાથ લાગ્યો હતો.જ્યારે બીજો બાળક ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હોય ધર્મેન્દ્રભાઈ એ ગામનાં સરપંચ વિજયભાઇ વીરડીયાને જાણ કરતા તેમણે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા ફાયરબ્રિગેડ ને બનાવ ની જાણ કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રિગેડ સાથે નાના મહીકા દોડી ગયા હતા.જ્યાં ફાયર નાં તરવૈયાઓ એ બીજા બાળકનો મળતદેહ શોધી કાઢતા બન્ને મળતદેહો ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતક બાળકો નો પરીવાર મુળ મધ્યપ્રદેશ નાં દેવાસ જીલ્લા નાં ખેડખાલ ગામનો વતની છે. અને ત્રણ મહીનાથી નાના મહીકા ધીરુભાઈની વાડીએ રહી ખેતમજુરી કરેછે.ધર્મેન્દ્રભાઈને સંતાનમાં બે જ પુત્રો હતા. બન્નેનું કુવામાં ડુબી જવાથી મોત નિપજતા પરીવાર માં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
