News of Friday, 16th August 2024
નાગાલેન્ડના આ ખેડૂતભાઈએ ૮.૭૫ ફુટ ઉંચી કોથમીર ઉગાડી

નવી દિલ્હી,તા. ૧૬: નાગાલેન્ડના ખેડૂત યિલોબેમો એરુઈએ સરળ અને પ્રાકૃતિક પ્રયોગો અજમાવીને ધાણાનો ૮.૭૫ ફુટ ઊંચો છોડ ઉગાડ્યો છે. નાગાલેન્ડના વોખા ગામના ખેડૂતે આટલો લાંબો છોડ ઉગાડીને ૭.૪૫ ફુટની લંબાઈના છોડનો વિક્રમ તોડ્યો છે અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડે એવી શક્યતા છે. છોડની લંબાઈ સામાન્ય કરતાં વધુ હોવા છતાં એનો ફેલાવો યથાવત્ છે અને સ્વાદ-સુગંધ પણ સામાન્ય છોડ જેવાં જ છે. ખેડૂત એરુઈએ ૨૦૨૩ના ઓક્ટોબરમાં વોખા ગામમાં ધાણાનાં બીજ વાવ્યાં હતાં. પશુખાધ જેવા સરળ અને પ્રાકૃતિક ખેતીના પ્રયોગોને કારણે ધાણાનો છોડ ૮.૭૫ ફુટ જેટલો ઊંચો થયો હોવાનું તેમનું કહેવું છે. સાથે-સાથે પ્રતિકૂળ વાતાવરણમાં એની ખાસ સંભાળ રાખવાને કારણે એનો ફેલાવો વધ્યો છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
