<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

સૌરાષ્ટ્રના ગામેગામ પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની સ્‍મૃતિમાં આજે કુર્આન ખાનીના કાર્યક્રમોઃ ન્‍યાજ સહિત ધાર્મિક કાર્યક્રમોનો ધમધમાટ

સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિઃ એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈઃ અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધઃ આલિમો સહિત સમાજશ્રેષ્‍ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્‍થિતિઃ રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્‍યે ચા-પાણી-નાસ્‍તાની સેવકો દ્વારા વ્‍યવસ્‍થા કરાઈઃહિન્‍દુ-મુસ્‍લીમ એકતાના અનેરા દર્શનઃ સાવરકુંડલાએ હસ્‍તી ગુમાવ્‍યાનો સૌને અહેસાસઃ સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ કાર્યભાર સંભાળશે : ૨૫મીએ સાવરકુંડલામાં મુબારક મહેફિલ-ઉર્ષે કાદરીયા ધાર્મિક કાર્યક્રમ યોજાશેઃ ‘બાપુ'ના સુપુત્ર મુનીરબાપુની સત્તાવાર જાહેરાત

પીર સૈયદ દાદા બાપુ કાદરીના જનાજામાં દોઢ લાખ ચાહવાવાળા જોડાયાઃઅનુયાયીઓ હીબકે ચડયાઃ વેપારી મહામંડળ અને ચેમ્‍બર ઓફ કોમર્સે પોતાના ધંધા રોજગાર બંધ રાખી કોમી એકતાનું મહા ઉદાહરણ પુરૂ પાડયુ

સાવરકુંડલાઃ પીર તરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની જનાજાની નમાજ દોઢ લાખ અનુયાયીઓએ પેઢી હતી અને ગુજરાતના ઈતિહાસ ક્‍યારેય ન બની હોય તેવું પીર સૈયદ દાદા બાપુના મયતમાં દોઢ લાખ જેવી જનમેદની જોડાઈ હતી. દેશભરમાં વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા અને વ્‍યસન મુક્‍તિ પ્રણેતા અને કોમી એકતા પ્રતીક હિમાયતી સાવરકુંડલાના પીરે તરિકત સરકાર સૈયદ દાદાબાપુ ટૂંકી બીમારી પરદા નશીંન થતા અનુયાયીઓ અને લાખો ચાહવાવાળાઓમાં શોક છવાઈ ગયેલ હતો પીર સૈયદ દાદાબાપુની મંયતમાં સાદાતે કિરામ ઉલ્‍માએ કિરામ સહિત સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અન્‍ય રાજય માંથી દોઢ લાખ આસપાસ ચાહવા વાળા ઓ જોડાઈને નમાજે જનાજા અદા કરી હતી હઠડે ઠઠ મેદની સવારના દસથી રાત્રીના એક વાગ્‍યા સુધી બાપુના ગામમાં શોકમય બન્‍યા હતા વિશાળ જનમેદનીના કારણે નમાજે જનાજા મહુવા રોડ એસ.એમ.જી.કે સંકુલના વિશાળ પટાગણ પઢવામાં આવી હતી. કાયદા અને વ્‍યવસ્‍થાના ભાગરૂપે એએસપી વલય વૈધ સીટી પીઆઇ વાઘેલા પીઆઇ સેગલિયા સહિત પોલીસ સ્‍ટાફે સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી આપેલ હતો અને વેપારી મહા મંડળ અને ચેમ્‍બર ઓફ કોમર્સ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી કોમી એકતાનું મહા ઉદાહરણ પૂરું પાડેલ હતું. (તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા, યાસીન બ્‍લોક-વિસાવદર)

(યાસીન બ્‍લોચ-ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા- વિસાવદર તા.૧૬: સૌરાષ્ટ્રના ગામેગામ પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની સ્‍મૃતિમાં કુર્આનખાની તથા ન્‍યાજ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

૨૧મીએ સાવરકુંડલામાં મુબારક મહેફિલ-ઉર્ષ કાદરીયા ધાર્મિક કાર્યક્રમ યોજાશે તેમ ‘બાપુ'ના સુપુત્ર મુનીરબાપુએ સત્તાવાર જાહેરાત કરી છે.

પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુનાં સુપુત્ર પીરઝાદા ખાદીમ સૈયદ અહમદમુનીરબાપુ પીર સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતિમી તથા એહલે બાગે રહમત દ્વારા જણાવાયુ છે કે, તમામ અકીદતમંદ બિરાદરોને જાણ કરવામાં આવે છે કે, મારા વાલીદે માજિદ પીર તરીકત આશિકે રસુલ, દિલબંદે ફાતિમા બતૂલ, ગોહરે સાદાત, તાજુલ મશાઈખ હાજી સરકાર સૈયદ મુહંમદ (દાદાબાપુ) કાદરી ફાતિમી (રહમતુલ્લાહી તઆલા અલયહ)ના ત્રીજા (ઝિયારત)ની મુબારક મેહફિલ ઈન્‍શાઅલ્લાહ ઉર્ષે કાદરીયા તા. ૧૯ સફર ૧૪૪૬ને મુતાબિક ૨૫/૦૮/૨૦૨૪ને રવિવારના રોજ સવારે મસ્‍જિદે ઉસ્‍માન ઉમર નવા કબ્રસ્‍તાનમાં રાખેલ છે તો તમામ અકીદતમંદ બિરાદરોને હાજરી આપવા દિલી દાવત છે.

આજે ૧૬/૦૮/૨૦૨૪ને શુક્રવારના રોજ ‘બાપુ'ના (ત્રીજા) ઝિયારતનો દિવસ છે તો શકય હોય તો આપ સૌ અકીદતમંદ ભાઈઓ પોત પોતાના ગામોમાં,વિસ્‍તારોમાં મેહફીલે ઝિયારત રાખી શકો છો. આજે બહારગામથી કોઈ પણ વ્‍યકિતએ મેહફિલે ઝિયારતના ઈરાદાથી સાવરકુંડલા આવવાની ઝહમત ઉઠાવવી નહી. આપ ઈસાલે સવાબ માટે જે કંઈ મેહફિલ રાખો તેની જાણᅠ વોટસઅપ મો. ૯૭૧૪૮૪૧૪૮૬ ઉપર કરશો. આપ ઈસાલે સવાબ માટે જે કંઈ મોકલવા ઈચ્‍છતા હોય, તે નીચે આપેલ નંબર પર વોટસઅપ કરી આપશો ઈન્‍શાઅલ્લાહ તે આપના તરફથી ખિરાજે અકીદત પેશ કરી દેવામાં આવશે. મો.૯૮૨૪૬૪૬૭૧૨ તેમ સૈયદ અહમદમુનીરબાપુએ જણાવ્‍યુ છે.

પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની જીયારત અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે તા.૧૬-૮-૨૦૨૪ શુક્રવારના રોજ ગામેગામ મસ્‍જિદોમાં કુર્આન ખ્‍વાનીના ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.

ઐતિહાસિક અંતિમયાત્રા

‘દાદાબાપુ'ની અંતિમયાત્રા ઐતિહાસિક બની રહી હતી. પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુને તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફન કરાયા હતા. એકાદ લાખથી વધુ લોકોએ અશ્રુભીની અંજલી આપી હતી. શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ હતી. અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ રહ્યુ હતુ.આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્‍થિતિ હતી. રાત્રીથી સાંજ સુધી વિનામુલ્‍યે ચા-પાણી-નાસ્‍તાની સેવકો દ્વારા વ્‍યવસ્‍થા કરાઈ હતી. હિન્‍દુ-મુસ્‍લીમ એકતાના અનેરા દર્શન થયા હતા. સાવરકુંડલાએ હસ્‍તી ગુમાવ્‍યાનો સૌને અહેસાસ થઈ રહ્યો હતો. સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયાનુ દુઃખ અનુયાયીઓમાં વિશેષ દ્રષ્ટીગોચર થઈ રહ્યુ હતુ. ‘બાપુ'ના ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ છે. પ્રખર માનવતાવાદી-કેળવણીકાર પીરે તરીકત સૈયદ દાદાબાપુ ફાની દુનિયાને અલવિદા કરી જતા તેમની અંતિમ યાત્રામાં જોડાઈ સૌએ શ્રધ્‍ધાજંલી અર્પણ કરી હતી. આજીવન સેવાના ભેખધારી-નિઃસ્‍વાર્થ-નિર્વિવાદ એવા દાદાબાપુની ચીરવિદાયથી લાખો અનુયાયીઓ-ચાહકોમાં ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.પ્રખર માનવતાવાદી અને સમાજનો ઉત્‍કર્ષ જ જેમનો મુખ્‍ય હેતુ હતો એવા હરદિલ અઝીઝ પીરે તરીકત સૈયદ મુહમ્‍મદ દાદાબાપુ કાદરી આખરે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા;પરદો કર્યાના સમાચાર વાયુવેગે સર્વત્ર પ્રસરી જતાં સમસ્‍ત મુસ્‍લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને તેમના હજારો અનુયાયીઓએ તે રાત્રિથી જ તેમના વતન સાવરકુંડલાની વાટ પકડી હતી. સાવરકુંડલા ગામ દાદાબાપુના મુરીદો-ચાહકોથી સતત ઉભરાઈ રહ્યું હતુ. સવારે એમની દફનવિધિ થવાની છે એવા સમાચાર મળતા જ મોટી સંખ્‍યામાં માનવમહેરામણ સાવરકુંડલા ખાતે ઉમટી પડયો હતો.

 દીન દુઃખિયાઓ માટે સતત કાર્યરત, કોમી-એકતાના હિમાયતી, માનવતાની જીવતી જાગતિ મિશાલ સમા આજીવન નિસ્‍વાર્થ ભાવે સેવાને વરેલી, માનવતાના અસ્‍ખલિત ઝરણા સમા તેમજ વ્‍યસનમુકિત જેવી સામાજિક ચળવળના મશાલચી અને લાખો લોકોના હૃદયમાં ઉચ્‍ચ સ્‍થાને બિરાજમાન પીરે તરીકત સૈયદ મોહમ્‍મદ દાદાબાપુ કાદરી છેલ્લા કેટલાક સમયથી બિમાર હોઈ અમરેલી ખાતે સારવાર હેઠળ હતા. જે આ ફાની દુનિયા છોડી અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા; આ વસમી વિદાયથી સમગ્ર રાજય અને સૌરાષ્ટ્ર સહિત સાવરકુંડલા અને તેમના ભારતભરમાં રહેલા વિશાળ અનુયાયીઓ ઘેરા શોકમાં સરી પડયા હતા. માત્ર મુસ્‍લિમો જ નહીં પરંતુ હિંદુ બિરાદરોમાં પણ સંત તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા દાદાબાપુએ દીની અને દુન્‍યવી નેક કામોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. દીની ક્ષેત્રે એમણે સેંકડો મસ્‍જિદો અને મદ્રેસાઓનું નિર્માણ મોટા શહેરોથી માંડીને નાના કસ્‍બાઓ અને છેક કચ્‍છના અંતરિયાળ વિસ્‍તારોમાં પણ કર્યું હતું.

તો બીજી તરફ સાવરકુંડલા ખાતે તેમજ અન્‍ય વિસ્‍તારોમાં દુન્‍યવી શિક્ષણના મોટા સંકુલની પણ સ્‍થાપના કરી હતી અને તેમના પ્રયાસોથી દીની-દુન્‍યવી ક્ષેત્રમાં હજારો તુલબાઓ-વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. શૈક્ષણિક ઈલ્‍મી ક્ષેત્રે ક્રાંતિકારી કાર્યો કરી જનારા પીરે તરીકત દાદાબાપુ ખૂબ જસરળ સ્‍વભાવના નિખાલસ અને નિઃસ્‍પૃહ સેવાભાવી હતા. સત્‍કાર્યો પ્રત્‍યે તેઓ સમર્પિત હતા. સામાજિક ક્ષેત્રે પણ તેમણે ઘણા અમૂલ્‍ય કાર્યો કર્યા હતા. જેમાં વ્‍યસનમુકિત અભિયાન થકી સંખ્‍યાબંધ લોકોને નશાની બદીમાંથી છોડાવ્‍યા હતા અને સેંકડો પરિવારોની દશા સુધારી હતી. એટલું જ નહી પણ એમણે ઠેકઠેકાણે વિવિધ વિસ્‍તારોમાં સમાજમાં એક બીજાની પ્રત્‍યે પ્રવર્તતા મનદુઃખો- મતભેદો મિટાવ્‍યા હતા અને અનેક પરિવારો લોકો વચ્‍ચે વરસોથી ચાલ્‍યા આવતા વેરઝેરને દૂર કર્યા હતા. સૈયદ બિરાદરી માટે ભારે સન્‍માન ધરાવતા દાદાબાપુ આજીવન નિર્વિવાદ રહ્યા હતા અને એમના કરતા એમના કાર્યો વધુ બોલતાં હતા અને આજે પણ એમના કાર્યો સર્વત્ર બોલી રહ્યા છે.

 રૂહાની પેશ્વા તરીકે તો તેઓ સદાય સમાજ માટે અગ્રેસર હતા જ પરંતુ સામાજિક ચળવળો અને જાગૃતિ બાબતે પણ તેમની વિશાળ દૃષ્ટિ હતી. દાદાબાપુ ‘અકિલા'ના ખૂબ જ ચાહક હતા અને અપાર પ્રેમ-લાગણી ધરાવતા હતા. માનવતાવાદી રાહબર સૈયદ દાદાબાપુના જવાથી સમાજને-માનવતાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. સૌ દુઆ-પ્રાર્થના કરીએએ કે, પાક પરવરદિગાર સૈયદ દાદાબાપુને જન્નતુલ ફિરદોસમાં આલા મુકામ અતા કરે અને એમના પરિવારજનો તેમજ એમના હજારો અનુયાયીઓને સબ્રે જમીલ અતા કરે-આમીન તેવી સૌ દુઆઓ કરી રહ્યા છે.

(12:02 PM IST)