ટ્રમ્પ-ઝલેન્સકી વચ્ચે તડાફડીઃ સમગ્ર વિશ્વ સ્તબ્ધ : ટ્રમ્પે બેઠક દરમ્યાન ઝેલેન્સકીને આડેહાથ લીધાઃ લાખો લોકોના જીવન સાથે રમત રમતા હોવાનો અને ત્રીજા વિશ્વયુધ્ધ ભણી દોરી જતાં હોવાનો આરોપ મૂકયો : બંને વચ્ચે ૪૫ મિનિટ વાતચીત થઈ એ દરમ્યાન છેલ્લી ૧૦ મિનિટમાં ‘તું-તું-મેં-મેં': ભોજન રખડી પડયું: જેલેન્સકીને વ્હાઈટ છોડી દેવા આદેશ અપાયો10:28 AM IST
પ્રખ્યાત તિરુમાલા મંદિરને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ :ટીટીડીના ચેરમેને લખ્યો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર : મંદિર મેનેજમેન્ટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને માંગણી કરીપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં વધતા હવાઈ ટ્રાફિકને કારણે મંદિરની આસપાસના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચી શકે છે.11:04 PM IST
ટ્રમ્પનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેઓ સોદો કરવા તૈયાર : વ્હાઇટ હાઉસમાં થયેલા ઘર્ષણ બાદ ઝેલેન્સકી ટાઢા પડ્યા : તેમણે કહ્યું કે રશિયા સાથેના યુદ્ધના ભવિષ્યનો નિર્ણય લેવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે: યુએસ સહાય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કોંગ્રેસ સહિત અમેરિકન લોકોના સમર્થનની પ્રશંસા કરી.9:57 PM IST
ટેસ્લા કંપનીનો પ્રથમ શોરૂમ નક્કી :મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં ખૂલશે :એપ્રિલથી EVનું વેચાણ શરૂ થશે : ટેસ્લા બીકેસીમાં કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ જગ્યા ખરીદશે : પોતાની કારના મોડલનું પ્રદર્શન અને વેચાણ કરશે દર મહિને 900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ અથવા 35 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે9:01 PM IST
આધ્યાત્મિક નેતા સદગુરુ દ્વારા લોન્ચ કરાયેલ ફ્રી ધ્યાન એપ્લિકેશન મિરેકલ ઓફ માઇન્ડ 15 કલાકમાં 1 મિલિયન ડાઉનલોડ્સને વટાવી ગઈ:ચેટજીપીટીને પાછળ મૂકી દીધું : જે અંગ્રેજી, હિન્દી, તમિલ, રશિયન અને સ્પેનિશ ભાષામાં ઉપલબ્ધ છે, તેમાં સાત મિનિટનું માર્ગદર્શિત ધ્યાન છે જે તેની સરળતા અને અસરકારકતાને કારણે વાયરલ થયું છે7:23 PM IST
વાતાવરણમાં આવ્યો પલટો :દિલ્હીમાં ભારે વરસાદ અને યુપીમાં કરા પડ્યા : પર્વતો પર હિમવર્ષા ચાલુ :IMDએ અપડેટ જાહેર કર્યું : ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાના કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ : હિમવર્ષાના કારણે ઘણા રસ્તાઓ બંધ:રસ્તાઓ પર કેટલાય કિલોમીટર સુધી બરફ ફેલાયો:જનજીવન અસ્તવ્યસ્ત:હવામાન વિભાગે દિવસભર ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી : ભારે વરસાદથી દિલ્હીમાં ઠંડી વધી ગઈ. 1:36 PM IST
નોઈડાની ન્યૂઝ ચેનલમાં IIT બાબા સાથે મારપીટ:':લાકડીથી માર માર્યો અને રૂમમાં બંધ કરી દીધો : બાબાએ કર્યા આક્ષેપ : ભગવા કપડા પહેરેલા કેટલાક લોકો બહારથી ન્યૂઝ રૂમની અંદર આવ્યા અને ઝપાઝપી કરી: બળજબરીથી એક રૂમમાં બંધ કરવાનો પ્રયાસ કર્યો :સ્વામી વેદમૂર્તિ નંદ સરસ્વતી નામના ભગવા પહેરેલા વ્યક્તિએ પણ મારા પર લાકડી વડે હુમલો કર્યો 1:36 PM IST
દેશભરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો : મોંઘવારીનો માર !. દરેક સિલિન્ડર પર ૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો : દિલ્હીમાં નવી કિંમત ૧૮૦૩ રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તે ૧૯૧૩ રૂપિયા અને મુંબઈમાં ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ ગયું છે. જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઘરેલુ સિલિન્ડર પહેલાની જેમ જ ભાવે ઉપલબ્ધ છે9:56 AM IST
ઇન્દોરના 20 હજાર વૃદ્ધોનો ડેટા લીક:કરોડોના સાયબર છેતરપિંડીના માસ્ટરમાઇન્ડની દિલ્હીથી ધરપકડ : વાયરલેસ ફોન, મોબાઇલ નેટવર્ક બૂસ્ટર, સ્પીચ સ્ક્રિપ્ટ અને સિમ ક્લોનિંગ સાધનો મળી આવ્યા: આરોપીઓ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA), ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), કસ્ટમ્સ વિભાગ, CBI અને RBI ના અધિકારીઓના નામે કોલ કરતા હતા.9:53 PM IST
યુપીના ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાયું: સહારનપુરમાં કરા પડ્યા, જોરદાર પવન ફૂંકાયો: અનેક શહેરોમાં ચેતવણી : યુપીના ઘણા જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવો ઝરમર વરસાદ પડ્યો:અન્ય સ્થળોએ ભારે વરસાદ સાથે કરા પડ્યા: સહારનપુરમાં સાંજે કરા પડ્યા: મુઝફ્ફરનગર, શામલી અને અમરોહા જેવા શહેરોમાં હજુ પણ વરસાદની શક્યતા12:24 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાત્રે વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર કારે બાઇક ચાલકને મોતને ઘાટ ઉતાર્યો :સમી સાંજે અમિતનગર સર્કલ પર એસટી બસે 5 વર્ષના બાળકને કચડી નાખ્યું : અકસ્માત સર્જી કાર ચાલક અંદાજીત 100 મીટર સુધી બાઇક ઢસડી અને બાદમાં ફરાર : સાંજે અમિતનગર સર્કલ પાસે અંદાજીત પાંચ વર્ષના બાળકને એસ.ટી બસના ચાલકે કચડી નાખ્યો9:11 PM IST
નર્મદા જિલ્લામાં પાંચ દિવસ ચાલેલો દેવમોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : મહાશિવરાત્રીથી પ્રારંભાયેલો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસાપાત્ર: લોકડાયરાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરતું નર્મદા જિલ્લા માહિતી વિભાગ: સરકારની પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી કરાવતાં સાહિત્યનું વિતરણ કરાયું7:13 PM IST
ગુરૂ થી શનિ ગરમીનો નવો રાઉન્ડઃ પ્રથમ વખત પારો ૪૦ને આંબશે : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧ થી ૮ માર્ચ સુધીની આગાહી : આજથી બુધવાર સુધી તાપમાન ૩૪ થી ૩૭ ડીગ્રીની રેન્જમાં રહેશેઃ તા.૮ થી તાપમાંન એકાદ ડીગ્રી વધતુ જશે, ગુજરાતમાં પ્રથમ વખત કોઇ સેન્ટરમાં તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચી શકે છેઃ સોમવાર સુધી કચ્છ અને પヘમિ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ઝાકળની શકયતા3:40 PM IST
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રિ-ડેવલોપમેન્ટ બાદ કેવું દેખાશે? : રેલવે મંત્રીએ હેરિટેજ લુકનો શેર કર્યો વીડિયો : રેલવે સ્ટેશન પર અંડર ગ્રાઉન્ડ મેટ્રો, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે. જેથી ટ્રાન્સ્પોર્ટેશનના ત્રણેય ફોર્મેટ એક જ સ્થળે હોય, તેવું આ દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનશે9:08 PM IST
પીએમ માટે અભેદ સુરક્ષા ચક્ર રચતાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ : રાજકોટ રેન્જના વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીઓ અને સ્ટાફનાં જામનગરમાં ધામાઃ પોલિસના વજનદાર બુટ, સાયરન ગુંજી રહ્યા છે : એસપી પ્રેમસુખ ડેલુ ટીમ દ્વારા સતત નિરીક્ષણ... બોમ્બ ડીસ્પોઝલ સ્કોડ દ્વારા તસુ એ તસુ જમીનની ચકાસણી : જામનગરની ઇતિહાસ ભૂગોળથી પરિચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં એસપી નિતેશ પાંડેને મહત્વની જવાબદારીઃ ગીર સોમનાથ એસપી મનોહરસિહ જાડેજા ટીમ પણ એક્ટિવ મોડમાં11:40 AM IST
‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમ :સૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે: અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો: વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે12:00 PM IST
મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર: હવે મહેસૂલી કર્મચારી ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય રજા ઉપર નહીં જઇ શકે : તમામ અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કે પછી તાલુકા કે અન્ય કચેરીના કર્મચારીઓ કચેરીના વડાનું અને રજા મંજૂર કરનાર સત્તાધિકારીનું ધ્યાન દોર્યા સિવાય રજા પર જશે તો શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે2:14 PM IST
કેવડાવાડીમાં નવા સ્પીડબ્રેકર પર બાઇક ઉલળીને થાંભલામાં ભટકાયું: ૧૪ વર્ષના પરેશનું મોત, માસીયાઇ ભાઇ સુમિતને ઇજા : ભગવતીપરામાં યોજાયેલા પ્રસંગમાં કેશીયો પાર્ટીમાં ઢોલ વગાડી ઘરે જતી વખતે બનાવઃ સ્પીડ બ્રેકર પર કામચલાઉ ચુનાના પટ્ટા જે ચાલકને દેખાયા નહિઃ કેનાલ રોડ પાસે ઝૂપડામાં રહેતો પરેશ પાંચ બહેનનો એક જ ભાઇ હતોઃ દેવીપૂજક પરિવારમાં ગમગીની3:16 PM IST
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મંગળવારે રાજકોટમાં: ચેકડેમનું ખાતમુર્હૂત કરશેઃ હીરાબા સરોવરની મુલાકાત લેશે : પાણીનું એક-એક ટીપુ કિંમતી છે, કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે... જલ હે તો કલ હે.... :પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો, જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશેઃ દિલીપ સખીયા 3:22 PM IST
શેરબજારમાં બ્લડ બાથઃ ૧૫%નું કરેકશનઃ રોકાણ કરવુ કયાં?! એસઆઇપી કરનારા મ્યુ ફંડમાં નાણા રોકનારા પણ મૂંઝાયા.. : સોનાના ભાવોએ માઝા મૂકી છે?: પ્રોપર્ટીના ભાવો આસમાનેઃ સોવેરીયન ગોલ્ડ બોન્ડ યોજનાનું પણ ફીંડલું વળી ગયું : કડાકાની મુખ્ય અસર આઇટી- ઓટો સેકટરમાં જોવા મળીઃ મીડકેપ-સ્મોલકેપમાં ૧૯ થી ૧૫%નું ધોવાણ2:39 PM IST
દેરાસરમાં જુના ગાભાના ધંધાર્થી સાગરે ચોરી કરી'તીઃ એલસીબી ઝોન-૨ ટીમે ભેદ ઉકેલ્યો : ચોધરી હાઇસ્કૂલ સામે શ્રીચિંતામણી પાર્શ્વનાથ જીનાલયમાં બે દિવસ પહેલા બનાવ બન્યો હતો : રૂપિયાની જરૂર હોઇ દેરાસર પાસેથી નીકળ્યો ત્યારે ચોરી કરવાની ઇચ્છા થઇ અને અંદર ઘુસી ગયો હોવાનું રટણઃ ઘંટેશ્વર ૨૫વારીયાના શખ્સને સંતોષીનગર પાસેથી પકડી લીધોઃ રોકડ કબ્જેઃ એએસઆઇ જે. વી. ગોહિલ, શક્તિસિંહ, રાહુલભાઇ, હેમેન્દ્વરભાઇ, ધર્મરાજસિંહ, કુલદિપસિંહની ટીમની કામગીરીઃ કબ્રસ્તાનની ચોરીમાં પોતે સામેલ નહિ હોવાનું રટણઃ ઉંડી પુછતાછ3:15 PM IST
સાંજે નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં11:19 AM IST
મહાશિવરાત્રીના પાવન દિવસે જીવનું શિવ સાથે મિલન 2:36 PM IST
બોટાદમાં ગૌરક્ષકોની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ11:50 AM IST
બોરીયાપાટી વિસ્તારમાં એક મહિનાથી પાણી આવતું નથી12:59 PM IST
જામનગર સરકીટ હાઉસ ફરતે જપ્તો1:42 PM IST
મનસુખભાઇ આવતીકાલથી ૨ દિ' પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતેઃ વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ- ખાતમુહૂર્તો : પોરબંદર પોર્ટની મુલાકાતઃ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓને સંબોધનઃ કલેકટર કચેરીએ કેન્દ્રીય બજેટ અંગેની ચર્ચામાં સાંસદ મનસુખભાઇ માંડવિયા ભાગ લેશેઃ વિકાસ કાર્યોમાં ગતિ લાવશે : પોરબંદરમાં સવારે ‘‘સન્ડે ઓન સાઇકલ'' કાર્યક્રમમાં લોકો સાથે સાઇકલીંગ કરશે11:42 AM IST
કુવાડવાના જામગઢના યુવા નપર ચાંચડીયાના તળાવ પાસે હુમલોઃ રાજકોટ સારવારમાં : તું કેમ ભાયુને જમીનનો ભાગ નથી દેતો? ખેડુત રમેશને આંતરી મોટા ભાઇના જમાઇ સહિતે પગ ભાંગી નાંખ્યો : અજાણ્યા ત્રણ શખ્સોએ પકડી રાખ્યો અને રણજીત મકવાણાએ આડેધડ ઘા ઝીંક્યાઃ જતાં જતાં ધમકી દીધી-જમીનના ભાયુ ભાગ નહિ કર તો બીજી વાર જીવતો નહિ રહેઃ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો11:40 AM IST
બળધોઈ ગામના યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો11:58 AM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
એકના એક તેલમાં તળાતી વાનગીઓ આરોગવાથી કેન્સરનું જોખમ : ગ્રાહકોને સ્લો પોઈઝન ભેટમાં આપતાં કેટલાક વેપારીઓ, ૭૦% ફરસાણ પામોલીન તેલમાંથી બને છે : હાઈપરટેન્શન, એથરોસ્કલેરોસિસ, અલ્ઝાઈમર અને યકળતના રોગ થવાનો પણ ખતરોઃ તેલ ડામર જેવું થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાથી ટીપીસી વેલ્યૂ ખતરનાક રીતે વધે છે 11:38 AM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
શેફાલી-જોહ્ન્સનનો ધમાકો: એલિસ પેરીની અડધી સદી એળે ગઈ: દિલ્હી પ્લેઓફમાં પહોંચ્યું; બેંગલુરુનો સતત ચોથો પરાજય : મહિલા પ્રીમિયર લીગની 14મી મેચમાં આરસીબીએ ૧૪૭ રન બનાવ્યા: એલિસ પેરીએ અણનમ 60 રન ફટકાર્યા :દિલ્હીએ ૧૫.૩ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૧૫૧ રન બનાવીને મેચ જીતી :શેફાલીએ અણનમ 80 અને જોહાનાસને અણનમ 61 રન ઝૂડ્યા11:37 PM IST
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? સમજો સંપૂર્ણ સમીકરણ : ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા: ઓસ્ટ્રેલિયા પણ ગ્રુપ બીમાંથી ક્વોલિફાય થયું :રવિવારે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે:મેચના પરિણામ પરથી ખબર પડશે કે સેમિફાઇનલમાં તેનો મુકાબલો કઈ ટીમ સાથે થશે.1:38 PM IST
કિંગ ખાન મન્નત છોડીને પાલી હિલ્સના એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે:જાણો નવા ઘરની ખાસિયત : -શાહરૂખ ખાને મન્નત છોડી દીધી હવે તે મુંબઈના પોશ પાલી હિલ ખાર વિસ્તારમાં બે વૈભવી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે :અભિનેતાના ઘરમાં સમારકામમાં ત્રણ વર્ષ લાગી શકે:કિંગ ખાને તેને મોટી રકમમાં ભાડે લીધું.11:47 PM IST
એડવોકેટ મંજુર ગાહાનો જન્મદિવસ1:36 PM IST




















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































