<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

વડાપ્રધાન બન્‍યા પછી બીજીવાર સોમનાથ પધારી રહેલા નરેન્‍દ્રભાઇ મોદી

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ- પાટણ તા. ૧:  વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના અધ્‍યક્ષ નરેન્‍દ્રભાઇ મોદી તારીખ ૩ માર્ચે સવારે હેલીકોપ્‍ટર દ્વારા સોમનાથ આવી રહ્યા છે.

વડાપ્રધાન બન્‍યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે પ્રથમવાર ૮ માર્ચ ૨૦૧૭ ના રોજ સોમનાથ આવ્‍યા હતા અને સોમનાથ ટ્રસ્‍ટની મીટીંગ અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

નરેન્‍દ્રમોદી ૨૦૧૦ થી સોમનાથના ટ્રસ્‍ટપદે હતા અને ૨૦૨૧થી અધ્‍યક્ષ છે, મોદીનું આગમન હાલની તકે ટ્રસ્‍ટની મીટીંગ હોઇ તેવું જાણાતું નથી પરંતુ તેઓ દર્શન પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્‍થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.

આ વરસે પ્રયાગ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી સ્‍નાન કર્યુ હતું ત્‍યારે મનોમન સંકલ્‍પ કર્યો હતો કે આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રધ્‍ધા અનેકગણી મજબૂત થઇ છે. જે રીતે ૧૪૦ કરોડ ભારતીયોએ એકતાનો મહાકુંભ પ્રસંગમાં ફેરવ્‍યો તે ખરેખર અદ્‌ભૂત છે.

લોકોના સર્મપણ -ભકિત અને પ્રયત્‍નોથી પ્રેરિત થઇને હું ટુંક સમયમાં શ્રી સોમનાથજીની મુલાકાત લઇશ. જે બાર જયોર્તિલિંગમાનું પ્રથમ છે.જેથી હું આ સામુહિક રાષ્‍ટ્રીય પ્રયાસોનું ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરી શકું તેમ મળતા અખબારી અહેવાલ જણાવે છે. (૩.૮)

(11:49 AM IST)