<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

લગ્ન બાદ પતિએ ત્રણ જ દિ' સારી રીતે રાખી, સસરાએ બસમાં બેસાડી પિયર મોકલી દીધી!

રાજકોટની નિધીબેન અજુડીયાની ઓસ્‍ટ્રેલિયા રહેતાં પતિ નિરવ અજુડીયા, જામનગર રહેતાં સાસુ, સસરા, દિયર વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા.૧: નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે માવતરે રિસામણે આવેલી પરિણીતાને લગ્ન બાદ ત્રણ દિવસ સારી રીતે રાખ્‍યા બાદ પતિએ કહ્યું ‘મારા માતા-પિતાને સાચવવા માટે જ તારી સાથે લગ્ન કર્યા છે. મારે તારા પ્રત્‍યે કોઇ લાગણી નથી. અને તારાથી કોઇ બાળક પણ જોતુ નથી.' કહી ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા અને દિયર વિરૂધ્‍ધ ફરિયાદ થઇ શકે છે.

મળતી વિગત મુજબ નાના મવા મેઇન રોડ પર રાજનગર ચોક પાસે માતા-પિતા સાથે રહેતા નિધીબહેન નિરવભાઇ અજુડીયા (ઉ.વ.૩૧)એ મહિલા પોલીસ મથકમાં ઓસ્‍ટ્રેલીયામાં રહેતો પતિ નિરવ અજુડીયા, જામનગર રણજીતસાગર મેઇન રોડ સરદારપાર્ક-૧, બ્‍લોક નં.૧૧માં રહેતા સસરા વ્રજલાલભાઇ વશરામભાઇ અજુડીયા વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. નીધિબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું છેલ્લા અગીયાર મહિનાથી રાજકોટમાં માતા-પિતા સાથે રહું છું. મારા લગ્ન ગત તા.૧૪/૦૨/૨૦૨૪ના રોજ જામનગરમાં સરદાર પાર્કમાં રહેતા નિરવ અજુડીયા સાથે થયા હતા. લગ્ન બાદ હું જામનગરમાં પતિ, સાસુ, સસરા અને દિયર સાથે સંયુક્‍ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ પતિએ મને ફક્‍ત ત્રણ દિવસ સારી રીતે રાખેલ. ગતા તા.૩/૩/૨૪ના રોજ પતિ નિરવ ઓસ્‍ટ્રેલિયા રહેવા જતો રહ્યો હતો. અને મને તા.૧/૪/૨૪ના રોજ મારા સસરાએ બસની ઓનલાઇન ટીકીટ કરી મને બસમાં બેસાડી મારા પિયરમાં મોકલી દીધી. હાલ હું રાજકોટ ખાતે મારા પિતાની સાથે રહું છું. અને પતિ નિરવ હાલ ઓસ્‍ટ્રેલીયા ખાતે રહે છે. અને તયાં નોકરી કરે છે. મારી સગાઇ થઇ ત્‍યોર પતિ, સાસુ, સસરાએ કહેલ કે લગ્ન બાદ તારે ઓસ્‍ટ્રેલિયા જ રહેવાનું છે. પરંતુ આજદીન સુધી પતિ-સાસરીયાઓનો મારા ઓસ્‍ટ્રેલીયા જવા માટેના ડોક્‍યુમેન્‍ટ તૈયાર કર્યા નથી. મારા લગ્ન થયા બાદ મને પતિએ ત્રણ દિવસ સરી રીતે રાખેલ. અને ચોથા દિવસે પતિએ કહેલ કે મેં ફક્‍ત મારા માતા-પિતાને સાચવવા માટે જ તારી સાથે લગ્ન કર્યા છે. મારે તારા પ્રત્‍યે કોઇ લાગણી નથી. અને મારે ભવિષ્‍યમાં તારાથી કોઇ બાળક પણ જોતુ નથી. તેમ કહી માનસીક ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. પતિ, સાસુ, સસરા મને નાની નાની બાબતોમાં ઝગડાઓ કરી ત્રાસ આપતા હતા. સંબંધી ઓ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા અને સંબંધી ઘરે આવે તો તોછડાભર્યુ વર્તન કરતા હતા.

 પતિ, સાસુ, સસરા મારા પર શંકા કુશંકા કરતા. હું રૂમમાં સુતી હોવ તો રૂમનો દરવાજો બંધ કરવા નહોતા દેતા દિયર, સાસુ, સસરા, અને પતિને મારા વિરૂધ્‍ધ ચઢામણી કરતો હતો. આ બાબતે સમાધાનના અનેક પ્રયત્‍નો કરવા છતાં સાસરીયાઓ મને લઇ જવા તૈયાર થતા ના હોઇ તેથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્‍સ.કે.આર.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.(૪૦.૧૫)

(2:31 PM IST)