તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
આજથી જ્યોતિષ ગણનાઓના ઈતિહાસનો સૌથી કપરો માર્ચ
મોટા ગ્રહ પરિવર્તન અને તેનાથી સર્જાતી યૂતિ ખગોળ અને જયોતિષીય દ્રષ્ટિએ અભૂતપુર્વ

મુંબઇ,તા.૧: માર્ચ-૨૦૨૫ ગ્રહ ગોચારની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ રહેશે. આગાહી મુજબ માર્ચ દરેકના જીવન પર અમીટ છાપ છોડી શકે છે. મોટા કાર્મિક પરિવર્તનોનો આ મહિનો બની રહે છે. જેમાં જીવનમાં અપ્રત્યાશિત ઘટનાઓ વધી શકે છે. કર્મોનું ફળ ઝડપથી મળતું જણાય. માર્ચ-૨૦૨૫ પર વિશ્વાભરના જ્યોતિષશાષાીઓની નજર છે.
બે ગ્રહણઃ માર્ચમાં મોટા ગ્રહોના પરિવર્તનોની સાથે બે ગ્રહણ પણ જોવા મળશે. ચંદ્રગ્રહણની અતિતની ઘટનાઓ ફરી સામે આવતી હોવાનો અહેસાસ થાય તો સૂર્યગ્રહણના સાયામાં નાણાકીય સંકટો જોવા મળશે. ભારતમાં બને પૈકી એકપણ ગ્રહણ જોવા નથી મળવાનું
ગ્રહોની ચાલઃ આ મહિનામાં બુધ અને શુક્ર બે શુભ ગ્રહો એકસાથે આ મહિનામાં વક્રી છે. શનિ માસાંતે જે મીન રાશીમાં પ્રવેશ કરશે. જે અઢી વર્ષ સુધી કર્મોનો નિર્ણાયક સમય રહેશે. આ ઉપરાંત યુરેનસ વળષભ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આર્થિક અસ્થિરતા કાબુ બહાર લઈ જઈ શકે છે. ૧૪ માર્ચ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે શનિ અને સુર્યની યુતિ શર્જાશે.
રાહુ-શનિની યુત્તિઃ માર્ચમાં શનિ પરિવર્તન સાથે ૨૯ માર્ચ જ્યારે શનિ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરશે. ત્યારે રાહુની પહેલેથી જ હાજરી છે. શનિ-રાહુની આ યુતિ વિષ્વયુદ્ધના પ્રારંભનું બીજું ચરણ સાબિત થઈ શકે છે. માર્ચથી મે વચ્ચે બદલાતા વૈશ્વિક સમીકરણો બાદ હવે નવા મોરચે રણશિંગુ ફૂંકાઇ શકે છે.
છ ગ્રહોનો જમાવડોઃ ગુરુ અને મંગળ તેમજ કેતુ સિવાયના તમામ ગ્રહો મીનમાં જમાવડો કરવાના છે. તેની માનવજીવન પર મોટી અસર નોંધાઈ શકે છે. ૨૯ માર્ચે રાહુ, બુધ, સુર્ય, શનિ, શુક્ર અને ચંદ્ર મીન રાશિમાં યુતિથી પ્રાકળતિક અણધારી આફતો ઉદભવી શકે છે.
યુદ્ધ અને હિંસક ઘટનાઓઃ માનમાં વૈશ્વિક સ્તરે સંઘર્ષ અને યુદ્ધ પરમ સીમાએ પહોંચી શકે છે. ગ્રહ ગોચર દુનિયામા છૂપા સત્યોને ઉજાગર કરી શકે છે રાજનીતિ વિજ્ઞાન સાથે રહસ્યમયી ઘટનાઓ ચર્ચામાં રહેશે. માર્ચના મધ્યમાં કૂદરતી આફતથી મોટી જાનહાની પણ સંભવ છે.(૪૦.૮)
દરેક રાશિ માટે કેવો રહેશે માર્ચ
મેષઃ સંબધોમાં લેવડ-દેવડ વચ્ચે સંતુલન જાળવી રાખવાનું ભુલશો નહી
વળષભઃ કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાની ગણતરી હોય તો આ સમય અનુકૂળ સબિત થઈ શકે છે.
મિથુનઃ સંભવિત તકલીફો વચ્ચે પણ સફળતા માટે ધ્યાન કેન્દ્રમાં રાખવું.
કર્કઃ વ્યાસાયિક જીવનમાં આ સમય નવુ શીખવાનો અને નવા અનુભવો મેળવવાનો છે.
સિંહઃ ધારેલા કાર્યોમાં સફળતા મળે નાની-નાની વાતોમાં ગુસ્સો કરવાનો સ્વભાવ બદલવો.
કન્યાઃ પરીવારની બાબતોમાં સમજદારી અને કળથી કામ કરવામાં જ ભલાઇ રહેશે.
તુલાઃ નાની મોટી બિમારીઓનું આવરણ તમને રોજિંદા કાર્યોમાં ડિસટર્બ કરી શકે છે.
વળશ્વિકઃ સમગ્ર માર્ચ મહિનામાં આર્થિક મોરચે ખુબ સાવધ રહેવાની જરૂર પડશે.
ધનઃ આ મહિનો તમારા માટે એકંદરે સાનુકૂળ કહી શકાશે નોકરીમાં સન્માન પ્રાપ્ત થવાના ચાન્સ પણ દેખાઇ રહ્યા છે.
માર્ચઃ મકર રાશિ માટે ભારે ઉતાર-ચડાવવાળો સાબિત થવા જઈ રહ્યો છે. સફળતા માટે નવા માર્ગો પણ નીકળવા તૈયારી રાખવી
કુંભઃ શરૂઆતનો થોડો સમય જવા દઈએ તો આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા સંજોગો જણાય, જે બાબતની લાંબા સમયથી પ્રતિક્ષામાં છો તેમાં મનોકામના પૂરી થતી લાગશે.
મીનઃ તમારા વિચાર કરેલા લક્ષ્યની પ્રાપ્તિ માટે હજી તમારે રાહ જોવાની રહે છે એટલે આ મહિનામાં તમારે વધારે પરિશ્રમ કરીને પ્રયત્નો વધારવાની વ્યવસ્થા કેળવવી જ પડશે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
