તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
મનસુખભાઇ આવતીકાલથી ૨ દિ' પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતેઃ વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ- ખાતમુહૂર્તો
પોરબંદર પોર્ટની મુલાકાતઃ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓને સંબોધનઃ કલેકટર કચેરીએ કેન્દ્રીય બજેટ અંગેની ચર્ચામાં સાંસદ મનસુખભાઇ માંડવિયા ભાગ લેશેઃ વિકાસ કાર્યોમાં ગતિ લાવશે : પોરબંદરમાં સવારે ‘‘સન્ડે ઓન સાઇકલ'' કાર્યક્રમમાં લોકો સાથે સાઇકલીંગ કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧: સાંસદ અને કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આવતીકાલથી ૨ દિવસ પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતે આવીને વિવિધ વિકાસલક્ષી કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્તો કરશે અને પોર્ટની મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદર ના સાંસદસભ્ય ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ ના વરદ હસ્તે નીચે મુજબના વિકાસના કામોનું ખાતમુહરત અને લોકાર્પણ કરવામાં આવશે તેમની સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખપરબતભાઈ પરમાર, જીલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાની ઉપસ્થિતીમાં વિકાસના કામોનું ખાતમુહરત અને લોકાર્પણ કરવામાં આવશે.
તા.૦૨: રવિવાર, સમય : સવારે ૦૯:૩૦ વાગ્યે, સ્થળઃ- રાંદલમાતાજી મંદિર, બગવદર ખાતે યોજાશે પોરબંદરના કિંદરખેડા થી મજીવાણા રોડ ઉપર બેઠા પુલનું કામ તેમજ કિંદરખેડા થી મજીવાણા માર્ગ ઉપર ઘાઘડીયા વોકળાના પ્રથમ, દ્રિતીય અને તળતીય ક્રોસિંગ ઉપર બોક્ષ કન્વર્ટ નું કામ. (રૂ.૮૨.૩૬ લાખ) વિવિધ રોડ આર. સી. સી. અને રેફ્રેશિંગ સર્વિસ રોડ નું હેઠળ બરડા સાગર ની અપરખંડ - પાંડાબરડા કેનાલ ઉપર સર્વિસ રોડ, શ્રીનગર કેનાલ ઉપર સેર્વીસ રોડ (સિમેન્ટ કોન્ક્રીટ રોડ) રૂ.૩૩૨.૦૦ તથા લાખ ફટાણા અને શીંગડા ગામ ની સોરઠી નદી વિસ્તારમાં બાકી રહેલ પાઈપ ડ્રેનેજના કામ રૂ.૫૬.૬૬ લાખ. ના ડો. મનસુખભાઇના હસ્તે ખાત મુહુર્તો કરશે કેશવ ગામના ખારાવાવ તળાવ ના વેસ્ટવિઅર(કાઢયો) નું મજબૂતી કરણ અને હયાત પાળાનુ મજબૂતી કરણ કરવાનું કામ રૂ.૪૧.૯૭ લાખ તેમજ વડાળા ગામ ના બાવરાબેટી યોજનાના હયાત સ્ટ્રક્ચરના મજબૂતી કરણ કરવાનું કામ રૂ.૨૬૭.૧૭ લાખની કામના ખાતમુહુર્તો તેમજ અન્ય કામોના લોકાપર્ણ ડો. મનસુખ ભાઇના હસ્તે કરવામાં આવશે.
સાંસદ ડો. મનસુખભાઇના આ પ્રવાસ દરમિયાન તેઓ આવતીકાલે રાજકોટ જિલ્લાના અનીડા, ગોંડલ ખાતે સવારે ે સેવા સેતુ હેલ્થ કેમ્પમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગજનોને સાધન વિતરણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૦૧:૩૦ વાગ્યે જામ કંડોરણા ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં દિવ્યાંગજનોને સાધન વિતરણ કરશે.
ડો. મનસુખભાઇ બપોરે ૪ વાગ્યે તેઓ પોરબંદર કલેકટર કચેરી ખાતે આયોજિત દિશા સમિતિની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૬: વાગ્યે કેન્દ્રીય બજેટ પર આયોજિત કાર્યક્રમ શ્નબજેટ પર ચર્ચામાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે રહી વક્તવ્ય આપશે. સાંજે ૦૮: વાગ્યે તેઓ પાયોનીયર ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવના સંગીત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
તા.ર માર્ચ, રવિવારના ડો. મનસુખભાઇસંડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિકો સાથે સવારે ૦૯:૩૦ વાગ્યે સાયકલીંગ કરશે. સવારે ૦૯:૩૦ વાગ્યે તેઓ પોરબંદર પોર્ટની મુલાકાત લેશે. સવારે ૯૦:૩૦ વાગ્યે તેઓ બગવદર ગામે રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. ડો. મનસુખભાઇ બપોરે ૧૨ વાગ્યે તેઓ મોકર સાગર અભયારણ્યની મુલાકાત લેશે. બપોરે ૦૧:૩૦ વાગ્યે તેઓ સુદામા ડેરી, કુતિયાણા ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
