<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજયના મંત્રીપદ માટે અર્જુનભાઇ મોઢવાડીયાનું નામ નક્કી ?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: રાજયના નવા મંત્રી મંડળમાં મંત્રીપદ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાનું નામ નક્કી હોવાનું ચર્ચા થઇ રહી છે.

કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અને પુર્વ વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયા  ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડતા અર્જુનભાઇનો જંગી બહુમતીથી વિજય થયો હતો. ત્યાર પછી અજુર્નભાઇને તે સમયે મંત્રી મંડળમાં મંત્રી તરીકે સમાવવામાં  આવે તેવી સંભાવના વધી હતી અને નવા મંત્રી મંડળમાં તે વખતે અર્જુનભાઇને મંત્રીપદ અપાયું ન હોતું ત્યાર પછી તાજેતરમાં ફરી અર્જુનભાઇ મોઢવાડીયાની રાજય મંત્રી મંડળમાં મંત્રી પદ નક્કી હોવાની ચર્ચા ઉઠી છે

(1:10 PM IST)