<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મંગળવારે રાજકોટમાં: ચેકડેમનું ખાતમુર્હૂત કરશેઃ હીરાબા સરોવરની મુલાકાત લેશે

પાણીનું એક-એક ટીપુ કિંમતી છે, કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે... જલ હે તો કલ હે.... :પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો, જીવનમાં વરસાદી શુધ્‍ધ અમૃત સમાન પાણીનું મહત્‍વ અને પાણીનું જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશેઃ દિલીપ સખીયા

રાજકોટઃ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે બનાવવામાં આવનાર ચેકડેમનું તા. ૦૪ માર્ચ, મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરશે તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતળશ્રીના સ્‍મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેશે. ત્‍યારબાદ કાલાવડ રોડ, કોસ્‍મોપ્‍લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઇઝ હોલ ખાતે પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો, ઉધોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકળતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્‍ધ અમળત સમાન પાણીનું મહત્‍વ અને પાણીનું યોગ્‍ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત ભરમાં ભ્રમણ કરીને અત્‍યાર સુધીમાં ૯ લાખથી વધુ ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વાળી પ્રાકળતિક ખેતી કરવા પ્રેરણા આપી અને ખેડૂતોને તે તરફ વાળ્‍યા છે. જેથી સમગ્ર જીવસળષ્ટિની રક્ષા સાથે ખેડૂતોની આવકમાં વધારો અને ભારત દેશની આર્થિક સમળધ્‍ધિમાં વધારો થઈ રહયો છે. આ જ રીતે ગીરગંગા પરીવાર ટ્રસ્‍ટ દ્વારા જે વરસાદી અમળત સમાન શુધ્‍ધ પાણી દરીયામાં જતું રોકાઈ તેના માટે ‘પાણી બચાવો ની જે ઝુંબેશ ઉઠાવેલ છે, તેને વધુ પ્રોત્‍સાહન મળે. તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરેલ છે. તેમ આજરોજ યોજાયેલ પત્રકાર પરીષદમાં માહિતી આપવામાં આવી હતી.

ગીરગંગા પરીવાર ટ્રસ્‍ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉડા,ઉંચા કરી તેનો જીર્ણોધ્‍ધાર કરવામાં આવે છે, અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ . ઘણા ડેમોમાં કાંપ ભરાઈ ગયેલ અને ખૂબ જ છીંછરા થઇ ગયેલ હાલતમાં છે. કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને તે ફળદ્રુપ માટી ચેકડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે, અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે, અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્‍પાદનમાં પુષ્‍કળ વધારો થાય છે, જે ચેકડેમોને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા રીપેર કરવામાં આવે છે. તેમજ અત્‍યાર સુધીમાં  દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમોનું કામ પૂર્ણ કરેલ છે, જેમાંથી અમુક ડેમો રીપેર કરવા, ઉંચા કરવા અને ઊંડા કરવામાં આવેલ છે, અને બાલાજી વેફર્સ ના વિરાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદી સાહેબના માતળશ્રીના નામનુ ‘હિરાબા સરોવર' આજે પણ ઓવરફલો થઇ રહયું છે, તથા કાલાવડ રોડ પર તેમજ રાજકોટ શહેરમાં રૈયા રોડ થી નાનામવા વિસ્‍તારમાં અત્‍યાર સુધીમાં ૧૧ થી વધુ વિશાળ ચેકડેમો બનાવવામાં આવેલ છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્‍ટ દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો દ્રઢ સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે. જે પૈકી ૨૫૦ ચેકડેમ તથા ૧૨૫ જેટલા રીચાર્જ બોર થઇ ગયેલ છે. તેમાં રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ ની શાળાઓમાં જીનીયસ સ્‍કૂલ, ગાર્ડી કોલેજ, મોદી સ્‍કૂલ, નેસ્‍ટ સ્‍કૂલ, માસુમ સ્‍કૂલ તેમજ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં એસો. તરફથી જેતપુર, શાપર, મેટોડા, વાવડી, પડધરી ઇન્‍ડસ્‍ટ્રીઝમાં તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અનેક રીચાર્જ બોર કરવામાં આવેલ છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્‍ટના સહયોગી પ્રતાપભાઇ પટેલ, (ટર્બો બેરીંગ), ભીખુભાઇ વીરાણી પરીવાર(બાલાજી વેફર્સ) જમનભાઇ પટેલ (ડેકોરા બીલ્‍ડર), વિરાભાઇ હુંબલ (જય મુરલીધર ફાર્મ), રમેશભાઈ ઠક્કર (ગીરીરાજ હોસ્‍પીટલ), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્‍ય શ્રી), જયેશભાઇ બોધરા (માર્કેટિંગ યાર્ડ પ્રમુખ), જે.કે. મણવર, હરીશભાઈ લાખાણી (DML ગળપ), અમુભાઈ ભારદીયા (રવિ ટેકનોફોર્જ), ભરતભાઈ પરસાણા (ગૌભકત), જયંતીભાઈ સરધારા (પડવલા જી.આઈ.ડી.સી. પ્રમુખ), ભરતભાઈ ગાજીપરા (સર્વોદય સ્‍કૂલ), બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્‍ટેક), કાર્તિકભાઈ પરસાણા (પ્રશાંત કાસ્‍ટીંગ), દિનેશભાઈ પરસાણા, ચંદુભાઈ પરસાણા, સતીષભાઈ બેરા (KSP ફોર્જ), નરેન્‍દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ લાડાણી (લાડાણી બીલ્‍ડર્સ), ઉમેશભાઈ માલાણી (માલાણી કન્‍સ્‍ટ્રકશન), મનોજભાઈ ટીલાળા, પરસોતમભાઈ ટીલાળા, અશ્વિનભાઈ ગઢીયા,અરવિંદભાઈ લાવડીયા (દેવગામ), રમેશભાઈ લુણીધાર, સુરેશભાઈ દેસાઇ (નાના સખપુર) . ચેતનભાઈ કોઠીયા, પ્રકાશભાઈ કનેરીયા, ચંદુકાંતભાઈ ડઢાણીયા (રવી બીલ્‍ડર્સ), અરવિંદભાઈ પટેલ (ફીલ્‍ડ માર્શલ), ભરતભાઈ શાહ (મુંબઈ), દુર્ગેશભાઈ શાહ (મુંબઇ) રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્‍પીટલ), ભરતભાઇ ટીલવા (ખાંભા જી.આઇ.ડી.સી. -મુખ), ગોપાલભાઇ બાલધા (નિવળત જી.ઈ.બી. અધીકારી), બી.એમ.શાહ સાહેબ (PGVCL), ધીરુભાઇ ધાબેલીયા, વસંતભાઇ લીંબાસીયા (વળંદાવન ડેરી), શ્રી વિનેશભાઇ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્‍સ પ્રા.લી), રાજેશભાઇ નાથાભાઇ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), શ્રી સુરેશભાઈ ગોરધનભાઇ હીરપરા (યુનિવર્સલ ટેકનો), શ્રી ચંદ્રકાન્‍તભાઈ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્‍ટી કલેક્ષ પ્રા.લી), શ્રી કિરીટભાઈ શિવલાલભાઈ અદ્રોજા (એન્‍જલ પમ્‍પ પ્રા.લી), ધીરુભાઇ રામાણી (સ્‍વાતી બિલ્‍ડર્સ), શૈલેશભાઇ જાની (ગીતાંજલિ કોલેજ), જીગ્નેશભાઇ પટોળીયા, જયેશભાઇ ઉપાધ્‍યાય, રાજુભાઇ ગોસ્‍વામી (રણછોડ નગરના વેપારી), મનીષભાઈ મદેકા (રોલેક્ષ રિંગ્‍સ), પુનિતભાઈ ચોવટિયા (યુનિટી સિમેન્‍ટ), મુકેશભાઈ પાબારી (બિજનેસમેન), ભરતભાઈ ભુવા, હરીભાઈ ચૌહાણ, અરવીંદભાઈ પાણ (પાણ હેલ્‍થ), શિવલાલભાઈ અદ્રોજા (એન્‍જલ પંપ), વેજાભાઇ રાવલીયા (સીઝન હોટેલ), વિજયભાઇ કોરાટ, કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્‍કન પંપ), ડી.વી.મહેતા (જીનીયસ સ્‍કૂલ), રશ્‍મીકાંતભાઈ મોદી (મોદી સ્‍કૂલ), નીતિનભાઇ દુદાણી (કેન્‍સર ટ્રસ્‍ટ), ડૉ.વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ સાંસદશ્રી), જેરામભાઈ વાંસજાણીયા (ઉમિયા પરિવાર પ્રમુખ), ભરતભાઈ ભુવા, મુળજીભાઇ ભીમાણી (બિલ્‍ડર), મુકેશભાઈ ગાજીપરા (ગીરગામઠી હોટેલ), પરસોતમભાઈ કમાણી (ડૉ.પંપ), બાકીરભાઈ ગાંધી (બિલ્‍ડર), રાજકોટ લાફીંગ કલબ ગળપ, નારણભાઈ લુણાગરિયા, રાજુભાઈ મહેતા (ભાભા હોટલ), ઘ પાર્ક અને પવિત્રમ પ્રયાગ ગળપનો  સહયોગ મળ્‍યાનું જણાવાયું છે.

  ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટનાં પ્રમુખશ્રી દિલીપભાઇ સખીયા,મો. ૯૪ર૭ર ૦૭૮૬૮,પ્રકળતિ પ્રેમી દિનેશભાઇ પટેલ (મો. ૯૮ર૪ર ૩૮૭૮પ)

રમેશભાઇ જેતાણી, મનીષભાઇ માયાણી, સંદીપભાઇ જોષી, તુષારભાઈ, મહેશભાઈ સેગલીયા, કિશોરભાઈ કાથરોટીયા, જયેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ભુવા, રમેશભાઇ ઠકકર વગેરેની ટીમ સંચાલન કરી રહી છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:22 PM IST)