<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th February 2025

ઝેલેન્સકી વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા:જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં સંભવિત યુદ્ધવિરામ માટે ચાલી રહેલી વાટાઘાટો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખનિજ સોદા અંગે ચર્ચા કરી

વોશિંગ્ટન. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. અહીં બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં સંભવિત યુદ્ધવિરામ માટે ચાલી રહેલી વાટાઘાટો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખનિજ સોદા અંગે ચર્ચા કરી.

  અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પ્રત્યે કડક વલણ દાખવ્યું છે અને ઝેલેન્સકીને સરમુખત્યાર પણ ગણાવ્યા છે. રશિયા સાથે યુદ્ધ શરૂ કરવા માટે તેને દોષી ઠેરવ્યા બાદ વધેલા તણાવ વચ્ચે આ બેઠક થઈ હતી.

  અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માંગે છે અને યુક્રેનને યુદ્ધ માટે જવાબદાર ગણાવ્યું છે.શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસમાં મંત્રણા શરૂ થતાં જ ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી કે રશિયા સાથે અમારા ક્ષેત્ર પર કોઈ સમજૂતી ન થવી જોઈએ. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે યુક્રેનને રશિયા સાથે યુદ્ધવિરામમાં સમાધાન કરવું પડશે

   મીટિંગની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમારા પક્ષમાં છે, તેમણે અમેરિકી રાષ્ટ્રપતિને એમ પણ કહ્યું હતું કે યુક્રેનને રશિયાના ખતરાથી બચાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા સાથે યુદ્ધવિરામ નજીક છે અને યુક્રેનના પ્રાકૃતિક સંસાધનોની યુએસ ઍક્સેસની મંજૂરી આપતો સોદો યોગ્ય છે.

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે યુક્રેનને યુએસ સુરક્ષા ગેરંટી અથવા નાટો સભ્યપદ ઓફર કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની પ્રતિજ્ઞા લેતા અને યુરોપિયન સહયોગીઓ યુક્રેનની સુરક્ષાની જવાબદારી લેશે તેમ કહીને અમેરિકી નીતિમાં પલટો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન નાટોમાં સામેલ થવાનું સપનું છોડી દે. મને લાગે છે કે કદાચ તે જ આખી વાતની શરૂઆત થઈ.

(11:36 PM IST)