<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂઃ હજારો મરઘાના શંકાસ્પદ મોતથી હડકંપ

જિલ્લા તંત્રએ તાત્કાલિક હાઈ એલર્ટ જારી કરી દીધું :કારંજા તાલુકાના ખેર્ડા ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં ૮,૦૦૦ માંથી ૬,૮૩૧ મરઘીઓના રહસ્યમયી મોત

મુંબઈ, તા.૧ : મહારાષ્ટ્રમાં એક વખત ફરી બર્ડ ફ્લૂનું જોખમ વધતું જઈ રહ્યું છે. ત્યાં કારંજા તાલુકાના ખેર્ડા (જિરાપુરે) ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં ૮,૦૦૦ માંથી ૬,૮૩૧ મરઘીઓના રહસ્યમયી મોત બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે. ૨૭ ફેબ્રુઆરીએ આવેલા રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે આ મોત બર્ડ ફ્લૂ સંક્રમણના કારણે થયું છે. તે બાદ જિલ્લા તંત્રએ તાત્કાલિક હાઈ એલર્ટ જારી કરી દીધું છે.

૨૦થી ૨૫ ફેબ્રુઆરીની વચ્ચે પોલ્ટ્રી ફાર્મમાં સતત મરઘીઓના મોત થઈ રહ્યાં હતાં. મૃત મરઘીઓના સેમ્પલ અકોલાની પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. તે બાદ પૂણે સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા અને ભોપાલની પ્રયોગશાળામાં પણ વિસ્તૃત તપાસ થઈ. ૨૭ ફેબ્રુઆરીએ રિપોર્ટમાં ઁ૫દ્ગ૧ વાઈરસ (બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઈ.

રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રભાવિત વિસ્તારને સેનિટાઈઝ કરવાનું અભિયાન ઝડપી કરી દેવાયું છે. તંત્ર બાકીની મુરઘીઓને ખતમ કરવામાં લાગેલું છે. રિપોર્ટ બાદ પોલ્ટ્રી ફાર્મથી મુરઘીઓની અવર-જવર અને વેચાણ પર રોક લગાવી દેવાઈ છે. દરેક તાલુકામાં અધિકારીની નજરમાં વિશેષ સમિતિઓ રચના કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બર્ડ ફ્લૂના ફેલાવા વિરુદ્ધ નિવારણ ઉપાયોને લાગુ કરવાના આદેશ જારી કર્યા હતા.

આ વાઈરસે છેલ્લા બે વર્ષોમાં વિશ્વના ઘણા દેશોમાં લાખો પક્ષીઓનો સફાયો કર્યો છે અને માત્ર પક્ષી જ નહીં, ઘણા જાનવરોને પણ ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે જેમાં ઓટર, સીલ, હાર્બર પોર્પસ અને શિયાળનો સમાવેશ થાય છે.

સંક્રમિત પક્ષીઓના નજીક રહેવાથી આ બિમારી ઝડપથી ફેલાય છે. બર્ડ ફ્લૂ જે એવિયન ઈન્ફ્લૂએન્ઝાના નામથી પણ જાણીતું છે. સંક્રમિત પક્ષીઓ કે તેની ગંદકીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી માણસોમાં પણ ઝડપથી ફેલાય છે.

(7:48 PM IST)