<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

સાંજે નરેન્‍દ્રભાઈ મોદી જામનગરમાં

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમન પહેલા રીહર્સલ કરાયું હતું. (તસ્વીર - કિંજલ કારસરીયા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: આજે દિલ્‍હીથી સાંજે સાત વાગ્‍યે જામનગર એરપોર્ટ ખાતે નરેન્‍દ્રભાઈ મોદીનું આગમન થશે સુત્રોના જણાવ્‍યા મુજબ દિગ્‍જામ સર્કલ થી મોફીલા (જામ સાહેબ બંગલો) સુધી રોડ શો કરી જામસાહેબ શત્રુશલ્‍યાસિંહજી જાડેજાને તેઓના જન્‍મદિવસની શુભેચ્‍છા મુલાકાત લઈ સાત રસ્‍તા સર્કલ થઈ સર્કીટહાઉસ પહોંચશે ત્‍યાં રાત્રી ભોજન તથા વિશ્રામ કરી સવારે સાત વાગ્‍યે રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ જવા રવાના થશે ત્‍યાં વનતારાની મુલાકાત લેશે તેમજ સુત્રોના જણાવ્‍યા અનુસાર બાયોગેસના પ્‍લાન્‍ટનું ઉદઘાટન કરે તેવી સંભાવના છે. અને ત્‍યાંથી બપોરે ૧ર-૩૦ વાગ્‍યે ગીર જવા રવાના થશે.

સરકારી માહિતી મુજબ ફકત રાત્રી રોકાણ સરકીટ હાઉસમાં કરશે તેવું જણાવવામાં આવ્‍યું છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન થવાના પહેલા સાત રસ્‍તા પાસે સ્‍પીડ બ્રેકરો કાઢી નાખવામાં આવ્‍યા અને પેચ વર્કની કામગીરી આજે સવારે પુરી થઈ ગયેલ છે તેમજ સાત રસ્‍તાના ઓવરબ્રીજના કામમાં રંગબેરંગી પડદા મારી દેવામાં આવ્‍યા છે. તેમજ દિગ્‍જામ સર્કલથી ઓશવાળ સેન્‍ટર સુધી બંન્ને સાઈડ બેરીકેટ લગાડી દેવામાં આવી છે. જેથી રોડ શો થવાની પુરી સંભાવના છે તેમજ જામનગર એરપોર્ટ થી રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ સુધી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત અને ઝેડ સુરક્ષાને વ્‍યવસ્‍થા ગોઠવવાના કારણે કાલે સવારે પી.એમ. મોદી રોડ માર્ગે રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ  જશે.

(11:19 AM IST)