તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ઉત્તર કોરિયાએ પ્રવાસીઓ માટે દરવાજા ખોલ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઉત્તર કોરિયામાં કિમ જોંગ-ઉનનું એકહથ્થુ શાસન છે. કોવિડ 19ની શરૂઆત થયેલી ત્યારે ઉત્તર કોરિયામાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો, જે હજુ હમણાં સુધી ચાલુ હતો. હવે, રહી રહીને ઉત્તર કોરિયાએ વિદેશી પ્રવાસીઓને એમને ત્યાં આવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. જોકે, પ્રવાસીઓએ ઉત્તર કોરિયાની મુલાકાત દરમિયાન અમુક શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એમાં ચૂક થઈ તો સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે. સજામાં જેલવાસ પણ મળી શકે અને મોત પણ..! તેથીસ્તો દુનિયાના અઠંગ પ્રવાસશોખીનો પણ ઉત્તર કોરિયા જવાનું ટાળે છે. ઉત્તર કોરિયાના અમૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે વિશ્વના મોટાભાગના દેશોએ એની સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. ઉત્તર કોરિયાની આક્રમક નીતિને કારણે તેના પર ઘણા વ્યાપારી અને રાજદ્વારી પ્રતિબંધો લગાવાયા છે. ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ’ અને ‘યુરોપિયન યુનિયન’ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ઉત્તર કોરિયાની માઠી દશા બેઠી છે, જેને લીધે હવે એના વલણમાં નરમાશ જોવા મળી રહી છે. એની સાબિતી છે, વિદેશી પ્રવાસીઓને કરાયેલું ‘વેલ કમ’.
વૈશ્વિક પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કોવિડ મહામારીએ પડ્યા પર પાટું માર્યા જેવો ખેલ કર્યો છે. ઉત્તર કોરિયામાં સગવડ જેવું કંઈ ખાસ રહ્યું નથી. સમગ્ર દેશમાં તબીબી સુવિધાઓ ખૂબ નબળી છે. રાજધાની પ્યોંગયાંગમાં પણ સારી હોસ્પિટલો નથી, તો નાના નગરો અને ગામડાંઓમાં તો કેવી હાલત હશે! અંદરની વાત દેશની સરહદના સીમાડા ઓળંગીને બહાર ન જાય એનું પાકું ધ્યાન ઉત્તર કોરિયા રાખે છે, છતાં વાત પાકે પાયે બહાર આવી જ ગઈ છે કે ત્યાં હાલમાં ભૂખમરાની સ્થિતિ છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના પણ ફાંફા હોવાથી અપરાધનું પ્રમાણ વધી ગયું છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
